તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:શિશુવિહાર સર્કલ પાસે બે યુવકો પર છરીના ઘા ઝિંકાયા, નાના છોકરાને ધમકાવવા બાબતે માથાકૂટ થઈ

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખેડુતવાસના બે યુવકો પર છરીના ઘા ઝિંકાતા સારવારઅર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા

શહેરના શિશુવિહાર સર્કલ પાસે ગત મોડી રાત્રે બે યુવકો પર શખ્સે છરી વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. ઘટના બાદ ગંભીર રીતે ઈજા પામેલા બન્ને યુવકોને 108 મારફત સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં ઘોઘારોડ પોલીસનો કાફલો ઘટના સ્થ‌ળે પહોંચી હુમલાખોરને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી.

મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે શહેરના શિશુવિહાર સર્કલ પાસે ગૌતમભાઈ ભુપતભાઈ ડાભી (ઉ.વ.18) અને રાજન પ્રવિણભાઈ ડાભી (ઉ.વ. 22) (બંન્ને રહે. ખેડુતવાસ, રૂવાપરી રોડ, રેલવે ફાટક પાસે) ગત રાત્રીના જમીને આટો મારવા બહાર નિકળ્યા હતા ત્યારે નાના છોકરાને ધમકાવવા બાબતે થયેલી બોલાચાલીમાં સામેના કોઈ અજાણ્યા શખ્સે તેમને અપશબ્દો કહી બન્ને યુવકોને છરીના ઘા ઝિંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ખેડુતવાસના બન્ને યુવકોને લોહી લુહાણ હાલતે 108 મારફત સર ટી. હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનાની જાણ થતાં ઘોઘારોડ પોલીસ મથકના પીઆઈ સોલંકી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી છરી વડે બે યુવકો પર હુમલો કરનાર અજાણ્યો શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. ભોગ બનનાર બન્ને યુવકો કાકા-દાદાના ભાઈઓ થતા હતા.

અન્ય સમાચારો પણ છે...