તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ભાવનગરના કોળિયાક નિષ્કલંક મહાદેવના દરિયામાં ન્હાવા પડેલા 2 યુવકોના ડૂબી જવાથી મોત, એકનો બચાવ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધુળેટીના તહેવાર હોવાથી યુવકો ફરવા માટે ગયા હતા

ભાવનગર જિલ્લાના કોળિયાક ના દરિયામાં ધુળેટીના તહેવાર ને લઈ લોકો દરિયાકિનારે ન્હાવા ઉમટી પડ્યા હતા જેમાંથી ત્રણ યુવાનો ન્હાવા ડૂબવા લાગ્યા હતા 2 યુવાનો ડૂબી જતાં મોત નિપજ્યા હતા અને એક ને ગંભીર હાલતે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખેસડવામાં આવ્યો હતો.પ્રાપ્ત થતી માહિતી મુજબ ધૂળેટીના તહેવાર નિમિત્તે આ યુવાનો કોળીયાક નિષ્કલંક મહાદેવના દરિયામાં નાહવા માટે ગયા હતા તે સમયે દરિયાના પાણીમાં ગરકાવ થઇ જતા પંકજભાઈ સરવૈયા ઉંમર વર્ષ,25 રાકેશભાઈ ઉંમર 26 નામના યુવાનનો દરિયાની વળતી ઓટમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે, જ્યારે સાથે રહેલ અન્ય એક યુવાનનું સ્થાનિક તરવૈયાઓ દ્વારા રેસ્ક્યુ કરી આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે.

કોળિયાકના દરિયાકિનારે હોળી-ધુળેટીના તહેવારને લઈ લોકો મોટી સંખ્યામાં ન્હાવા પહોંચ્યા હતા જેમાંથી ત્રણ યુવાનો પાણીમાં ખેંચવા લાગ્યા હતા અને ડૂબતા જોતા તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓએ પાણીમાં ઝંપલાવી ત્રણે યુવાનોને બહાર કાઢ્યા હતા તેમાંથી 2 યુવાનોના મોત નિપજયા હતા, જ્યારે એકની હાલત ગંભીર જણાતા 108 દ્વારા ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

કોળિયાક ના દરિયામાં પાણી ભરતી આવતા ત્રણ યુવાનો પૈકી બે યુવાનોના મોત થયા છે જેમાં વધતાં રાકેશભાઈ મુકેશભાઈ ભાલાયા ઉ.વ.26 અને પંકજભાઈ ધનજીભાઈ સરવૈયા ઉ.વ.25 રહે.અકવાડા ગુરુકુળ પાસે આ બંને યુવાનો દરિયામાં ડૂબી જતાં મોત થયા છે જયારે વિવેકભાઈ રમેશભાઈ બારૈયા ઉ.મ.20 રહે.સરદારનગર લંબે હનુમાનજી મંદિર પાછળ ગંભીર હાલતે પહેલા કોળિયાક હોસ્પિટલ તથા વધુ સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો