તપાસ:ભાવનગરમાં કુંજ જાતિના બે બિમાર પક્ષીના મોત નિપજ્યા

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાસાયણિક ખાતરવાળો ખોરાક ખાવાથી મોતનું અનુમાન

આજે ડોમીસૈલ ક્રેન નામના બે પક્ષી જેને ગુજરાતીમાં કરકરો અથવા તો કુંજ કે કુંજડા તરીકે ઓળખીએ છીએ. આ પક્ષી સવારે 9 થી 9:30ના સમયે અલગ અલગ સ્થળેથી આપત્તિજનક સ્થિતિમાં હોવાની જાણ રાજહંસ નેચર કલબને થઈ હતી. પક્ષીના મોઢામાંથી ફીણ જેવો પદાર્થ નીકળતો હતો. માહિતી મુજબ સંસ્થાને જાણ કરવામાં આવતા એક સુભાષનગર વિસ્તારમાં અને બીજું જવાહર મેદાન પાસેથી પક્ષી મળી આવ્યા હતા તેને ફુડપોઈઝનીગની અસર હોય તેવું લાગી રહ્યું હતું.

તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા પરંતુ બદનસીબે બંને પક્ષી મૃત્યુ પામ્યા હતાં. વન વિભાગને જાણ કરી યોગ્ય કાયૅવાહી કરવામાં આવી હતી. આ બાબતે હજુ વધુ સંખ્યામાં બનાવ બન્યો હોય શકે એક જ સમયે ટોળામાં નીકળેલ આ પક્ષીઓ તબિયત લથડતા નીચે પટકાયા હતા . જે અન્ય વિસ્તારોમાં પણ બીજા પક્ષીઓ સાથે પણ આવુ બન્યું હોય તેવું અનુમાન છે. રાસાયણિક ખાતર વાળો ખોરાક ખાવાથી આવુ બની શકે તેવું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...