કાર્યવાહી:મુસાફરના સ્વાંગમાં દારૂ સાથે બે શખ્સ ઝડપાયા, શહેરમાં બે સ્થળેથી ઈંગ્લિશ દારૂ પકડાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ​​​​​વિરાણી સર્કલ પાસે એક્ટિવામાંથી દારૂની 6 બોટલ ઝડપાઈ, એક્ટિવા ચાલક ફરાર

શહેરમાં ઈંગ્લિશ દારૂના જુદાં-જુદાં બે બનાવામાં કુલ 41 બોટલ દારૂ મળી આવી હતી. જેમાં પોલીસે કુલ ત્રણ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના વિરાણી સર્કલ પાસે પોલીસને જોઈને એક્ટિવા ચાલક એક્ટિવા મુકીને ભાગી જતાં શંકાસ્પદ એક્ટિવાની તપાસ કરતા એક્ટિવાના આગળના ભાગે સફેદ કલરની પ્લાસ્ટિકના થેલામાંથી ઈંગ્લિશ દારૂની 6 બોટલ સાથે પોલીસે કુલ રૂ.36,800ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે અંગે નિલમબાગ પોલીસે એક્ટિવા નં. જીજે-04-સીબી-0284ના ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં નારી ચોકડી નજીક મુસાફરના સ્વાંગમાં રહેલા અજયસીંગ શીવશંકરસીંગ ઠાકુર (રહે. ચિત્રા, મુળ. કાનપુર, ઉત્તરપ્રદેશ) અને અશોકભાઇ લક્ષ્મણભાઇ વણોદીયા (રહે. વરતેજ, મુળ. ધોળા, તા. ઉમરાળી)ને બાતમીના આધારે ઝડપતા તેની પાસે રહેલા રેક્ઝિનના થેલા તપાસતા તેમાંથી 35 બોટલ ઈંગ્લિશ દારૂ મળી આવી હતી. આ સાથે લોકલક્રાઈમ બ્રાંચે રૂ.34,600ના મુદ્દામાલ સાથે બંન્ને વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુન્હો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...