તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:બે શખ્સોએ ખૂંટીયાને ઝેર આપી મોતને ઘાટ ઉતારતા ચકચાર

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલિતાણા તાલુકાના પાંચ પીપળા ગામે રહેતા બે શખ્સોએ બે ખૂંટીયાને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યા હોવાની જીવદયા પ્રેમીએ પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.બનાવ અંગેની પાલિતાણા રૂરલ પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ બહારપરા પાલિતાણા ખાતે રહેતા અને પાલિતાણા ગાૈ-સેવા સમીતીના પ્રમુખ કલ્પેશભાઇ માધુભાઇ પરમારે પીપળા ગામના વિઠ્ઠલ દુદાભાઇ તથા ભરતદાસ ઉર્ફે ટીણાબાપુ મારાજ છગનદાસ કુબાવત વિરુધ્ધ નોધાવેલી ફરિયાદમા જણાવાયું છે કે તેમના કાર્યકર ગોપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ ( રહે. સાંઢ ખાખરા ) વાળાએ તેમને ફોન કરી જણાવેલ કે પાલિતાણા તાલુકાના પાંચ પીપળા ગામે ખૂંટીયાને ઝેરી પદાર્થ આપી મારી નાખેલ છે.

જેથી આ અંગે તેઓએ બીજા એએચપી ના પ્રમુખ ભરતભાઇ રાઠોડને બનાવની વાત કરતા ભરતભાઇ તથા ભાવેશભાઇ ડગળા પાંચ પીપળા ગામે ગયેલ અને તપાસ કરતા જાણવા મળેલ કે આ જ ગામના ઉપરોકત બન્ને શખ્સોઅે ખૂંટીયા જીવ-2 ને ખોરાકમાં કોઇ ઝેરી પદાર્થ પીવડાવી મારી નાખેલ છે. અને બન્ને જીવ ના પશુ ડોકટર પાસે પી.એમ. કરાવેલ છે.જેથી આ બનાવ અંગે કલ્પેશભાઇએ ઉપરોકત બન્ને શખ્સો વિરૂધ્ધ પાલિતાણા રુરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો