તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇ:બે પેઢીના નામે મહિલા સહિત બે શખ્સોએ કરોડોની કરી છેતરપિંડી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટા દસ્તાવેજો ઊભા કરી આચર્યું કૃત્ય
  • ખોટા નામે જીએસટી નંબરો પણ લેવાઈ ગયા વર્ષો બાદ ભાંડો ફુટ્યો, આખરે પોલીસ કાર્યવાહી

શહેરના હાદાનગરમાં રહેતા અને ચિત્રા જીઆઈડીસીમાં આવેલ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા ઈસમ સાથે કુંભારવાડામાં રહેતા અને દસેક વર્ષ પહેલા પડોશી તરીકે રહેતા એક મહિલા સહિત બે વ્યક્તિએ લોન આપવાની લાલચ આપી, દસ્તાવેજો મેળવી ખોટા નામે જીએસટી મેળવી કરોડોની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાઈ હતી.

ભાવનગર શહેરના હાદાનગર પ્લોટ નં.16-એ સત્ય નારાયણ સોસાયટીમાં રહેતા અને ચિત્રા જીઆઈડીસીમાં આવેલ લાઈન ટેપ કંપનીમાં નોકરી કરતાં મનસુખભાઈ વશરામભાઈ ગોહેલની દિકરીને દસેક વર્ષ પહેલા થેલેસેમિયાનો રોગ હોય તે સમયે તેની બાજુમાં કુંભારવાડામાં રહેતા મંજુબેન પ્રેમજીભાઈ સોલંકી અને જયંતિ ડાયાભાઈ ઉર્ફે સેજુ મારવાડીની દીકરીને પણ થેલેસેમિયા હોય બન્ને વચ્ચે પરિચય થયેલ. બાદ તેનો દુરઉપયોગ કરી આ લોકોએ મનસુખભાઈને લોન અપાવવાની લાલચ આપી તેના આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવી સાગર કોમ્પ્લેક્ષમાં આવેલ સીટીઝન કો.ઓ.બેંકમાં ખાતુ ખોલાવી તેમાંથી ચેકબુક મેળવી લીધેલ બાદ તે રીટર્ન ભરવા જતા તેને ખબર પડેલ કે તેના નામે તો જીએસટી વિભાગમાં મારૂતી એન્ટરપ્રાઈઝ તથા સાંઈનાથ એન્ટરપ્રાઈઝના નામે જીએસટી નંબર મેળવી બે પેઢીઓ પણ ચાલુ હતી. જેમાં સાંઈનાથ એન્ટરપ્રાઈઝમાં તો રૂા.29,38,09,920ના વ્યવહારો પણ થયેલા હતા. તે બાબતે જેન્તી મારવાડીને પૂછતા તેણે કોઈ સંતોષકારક જવાબ નહીં આપી ઉડાઉ જવાબ આપી દીધેલ. જે અંગે તપાસ કરતાં આ જેન્તી મારવાડીના કાળા કરતુતની જાણ થતા બોરતળાવ પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...