તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:શીશુવિહાર પાસે યુવકો પર હુમલો કરનારા સગીર સહિત બે ઝડપાયા

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાળકોને રંજાડવાના ઠપકા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી
  • શનિવારે વહેલી સવારે ઘોઘારોડ પોલીસે સ્થાનિક બાતમીદારોની મદદથી બંન્નેને ઝડપી પાડ્યા હતા

ગત મોડી રાત્રીના ખેડુતવાસ વિસ્તારના બે યુવકો પર છરી વડે થયેલા હુમલાના ચકચારી બનાવ બાદ પોલીસે એક સગીર સહિત બે આરોપીને વહેલી સવારે ઝડપી પાડ્યા હતા. ખેડુતવાસ વિસ્તારમાં રહેતા અને સ્કાઉટિંગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ગૌતમભાઈ ભુપતભાઈ ડાભી અને તેના પિતરાઈ ભાઈ રાજનભાઈ પ્રવિણભાઈ ડાભી સાંજે જમ્યા બાદ રાત્રીના 8.30 વાગ્યા આસપાસ ઘરેથી બહાર આંટો મારવા નિકળ્યા હતા ત્યારે શિશુવિહાર સંસ્થા પાસેના ગ્રાઉન્ડમાં ચાલતા સ્કાઉનના સેન્ટરના બાળકોને રંજાડવા બાબત તેમણે અમુક શખ્સોને ગઈ રાત્રે ઠપકો આપ્યો હતો.

જેથી સામેના લોકો ઉશ્કેરાઈ જઈ અપશબ્દો કહી છરી વડે હુમલો કરતા બંન્ને યુવકોને ગંભીર ઈજાઓ પહોચતા લોહી લુહાણ હાલતે સર ટી. હોસ્પિટલમાં સારવારઅર્થે લાવવામાં આવ્યા હતા. જ્યારે આ મામલે ભોગબનનારના ભાઈ ચિરાગભાઈ ચંદુભાઈ ડાભીએ ઘોઘારોડ પોલીસ મથકમાં તાજીમ શાકિરભાઈ શેખ (રહે. સાંઢિયાવાડ) અને અન્ય એક સગીર વિરૂદ્ધ પોતાના ભાઈ પર હીંસક હથીયારો વડે હુમલો કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરતા પોલીસે સ્થાનિક બાતમીદારોની મદદથી વહેલી સવારે બંન્ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો પ્રમાણે આ લોકોને અગાઉ પણ આ મામલે માથાકુટ થઈ ચુકેલી છે.

અન્ય સમાચારો પણ છે...