દારૂ ઝડપાયો:ભાવનગરમાં "ચોટલી" એ મંગાવેલ ઈંગ્લીશ દારૂ-બિયર ભરેલ ટેમ્પા સાથે બે ખેપીયાઓ ઝડપાયા

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ-બિયર ટેમ્પો રોકડ મોબાઈલ સહિત કુલ રૂ.7,94,960નો મુદ્દામાલ કબ્જે કરતી વરતેજ પોલીસ

ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતા એક બુટલેગરે અમદાવાદથી કડબના જથ્થાની આડમાં મંગાવેલ ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો વરતેજ પોલીસે નારી ગામ નજીક આવેલ દસનાળા પાસેથી ઝડપી લીધો હતો અને દારૂ-બિયરની ખેપ લઈને આવેલ બે ખેપીયાઓ સહિત બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર બનાવ અંગે વરતેજ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર વરતેજ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના હે.કો અજીતસિંહ મોરી રાજદિપસિંહ ગોહિલ સહિતના જવાનો પેટ્રોલીંગમાં હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે અશોક લેલન્ડ ટેમ્પામા ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો શહેરમાં લાવવામાં આવી રહ્યો છે. જે હકીકત આધારે ટીમ નારી ગામથી આગળ દસનાળા પાસે વોચમા હોય એ દરમ્યાન બાતમીદારોએ આપેલ વર્ણન વાળો અને લીલી કડબ(જુવાર)-પશુચારો ભરેલ ટેમ્પો નં-જી-જે-04-એડબલ્યુ-1318 પસાર થતાં જેને અટકાવી ટેમ્પામા સવાર ચાલક સહિત બંને શખ્સોને ટેમ્પા નીચે ઉતારી નામ-સરનામાં સાથે ટેમ્પામા તલાશી હાથ ધરી હતી.

જેમાં અટક કરેલ શખ્સોએ પોતાના નામ ચિરાગ ગોવિંદ લકુમ ઉ.વ.28 રે.ઈન્દિરાનગર આખલોલ જકાતનાકા તથા સંજય પ્રવિણ વડલીયા ઉ.વ.21 રે.નારી ગામ વાળા હોવાનું જણાવેલ તથા ટેમ્પામા લીલી કડબ નિચે સંતાડેલ ઈંગ્લિશ દારૂ-બિયરનો જથ્થો મળી આવતા આ જથ્થા અંગે પાસ-પરમિટ માંગતા બંને શખ્સો સંતોષકારક જવાબ કે દસ્તાવેજ રજૂ ન કરી શકતા બંને શખ્સોને મુદ્દામાલ સાથે વરતેજ પોલીસ સ્ટેશનમાં લાવી પુછપરછ કરતાં આ દારૂ-બિયરનો જથ્થો આખલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતા બુટલેગર મુકેશ ઉર્ફે ચોટલી ધાપા વાળાએ મંગાવ્યો હોવાની કેફિયત આપતા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી ઈંગ્લીશ દારૂની બોટલ બિયરના ટીન મોબાઈલ નંગ-2 ટેમ્પો મળી કુલ રૂ.7,94,960નો મુદ્દામાલ કબ્જે કરી ખેપીયાઓને લોકઅપમા ધકેલી મુખ્ય બુટલેગર મુકેશ ઉર્ફે ચોટલીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...