તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી મુશ્કેલી:ભાવનગરમાં મ્યુકરમાઈકોસિસનો કહેર યથાવત, જિલ્લામાં આજે બે દર્દીના મોત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અત્યાર સુધીમાં ભાવનગરમાં મ્યુકરમાઈકોસિસના કુલ 297 કેસ

ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણમાં ઘટાડો થતા સિંગલ ડિજિટમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ મ્યુકરમાઈકોસિસના હજી પણ નવા કેસ અને મોતના બનાવ ચાલુ રહેતા તંત્ર સામે નવો પડકાર ઉભો થયો છે. ભાવનગરમાં આજે મ્યુકરમાઈકોસિસના બે દર્દીઓના મોત નિપજ્યા હતા તો એક શંકાસ્પદ કેસ પણ સામે આવ્યો છે.

ભાવનગર જિલ્લામાં આજે મ્યુકરમાઈકોસિસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 96 પર પહોંચી ચૂકી છે. જેમાં 89 કેસ ક્ન્ફર્મ છે. તો 5 સસ્પેક્ટેડ કેસ છે. કોરોનાના કેસ ઘટ્યા બાદ પણ મ્યુકરમાઈકોસિસના કેસમાં વધારો થતા તંત્ર સામે નવો પડકાર ઉભો થયો છે.

જિલ્લામાં આજે મ્યુકરમાઈકોસિસની સારવાર દરમિયાન 2 દર્દીઓના મોત નિપજતા કુલ મૃત્યુઆંક 22 પર પહોંચી ચૂક્યો છે. મહત્વનું છે કે, જિલ્લામાં આજદિન સુધીમાં મ્યુકરમાઈકોસિસના કુલ 297 કેસ નોંધાઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...