તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:પાલિતાણા માનસિંહજી હોસ્પિટલમાં માંડવિયા પરિવાર દ્વારા બે ઓક્સિજન મશીન અર્પણ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી એ જ્યારે અજગરી ભરડો લીધો ત્યારે ઓક્સિજનની મોટી અછત સર્જાય હતી, ભવિષ્યમાં આવી સ્થિતિમાં જરૂરિયાતમંદ દર્દીને સમયસર ઓક્સિજન મળી રહે તે માટે પાલિતાણા સરકારી માનસિંહજી હોસ્પિટલમાં માંડવિયા પરિવાર દ્વારા બે ઓક્સિજન મશીન અર્પણ કરવામાં આવ્યા છે.

પાલિતાણા ડેપ્યુટી કલેકટર સંદિપકુમારની ઉપસ્થિતમાં રોગી કલ્યાણ સમિતિ સર માનસિંહજી હોસ્પિટલ ખાતે હણોલ ગામના વતની તુલસીભાઈ એલ માંડવિયા દ્વારા બે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરાયા છે. ડેપ્યુટી કલેક્ટર સંદિપકુમાર એ જણાવ્યું હતું કે પાલિતાણા શહેર અને તાલુકાના લોકોને ઓક્સિજન સિલિન્ડર વગર પણ ઓક્સિજન સુવિધાનો લાભ મળશે.આ માટે તેઓ એ દાતા પરિવારનો આભાર માન્યો હતો. આ તકે માનસિંહજી હોસ્પિટલના અધિક્ષક, ડોક્ટરઓ, સ્ટાફ અને રોગી કલ્યાણ સમિતિના સદસ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઇમરજન્સીમાં ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન અત્યંત ઉપયોગી
ઓક્સિજન કન્સન્ટ્રેટર તે ડિવાઈસ જે કુદરતી હવાથી ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે. ઓક્સિજન કન્સન્ટ્રેટર હવાથી નાઇટ્રોજનને અલગ કરે છે અને ઓક્સિજનથી ભરપુર ગેસ બહાર પ્રદાન કરે છે, જેનો ઉપયોગ ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ કરી શકે છે.

કોરોના દર્દીઓના કિસ્સામાં જો ઓક્સિજનનું સ્તર 94% કરતા ઓછું થઈ જાય, તો દર્દીને તરત જ ઓક્સિજન ઉપચારની જરૂર હોય છે. આવા કિસ્સામાં ઓક્સિજન કન્સન્ટ્રેટર સપ્લિમેંટ દર્દીઓને ઓક્સિજન સપ્લાય કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઓક્સિજન સિલિન્ડર ખાલી થાય ત્યારે તેને રિફીલ કરવાની જરૂર પડે છે, પરંતુ ઓક્સિજન કન્સન્ટ્રેટર સાથે એવું નથી. ઓક્સિજન કન્સન્ટ્રેટર લોંગ ટર્મ યુઝ માટે છે. ઓક્સિજન સિલિન્ડરો સાથે ખૂબ જ સાવધાની રાખવી જરૂર હોય છે.

અન્ય સમાચારો પણ છે...