નિર્ણય:ધો.10ની પ્રિલિમ પરીક્ષામાં ગણિતમાં બે વિકલ્પ અપાશે, બોર્ડ દ્વારા જાહેર કરાયેલો મહત્વપૂર્ણ પરિપત્ર

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જાન્યુઆરીમાં લેવાનારી પ્રિલિમ પરીક્ષામાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક , બે પ્રકારના પેપર વિદ્યાર્થીઓને આપવામાં આવશે

શૈક્ષણિક વર્ષ 2021-2માં ધો.10માં ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક , બે પ્રકારના પ્રશ્નપત્રોનો વિકલ્પ આપવામાં આવશે તેનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને જણાવાયું છે કે આગામી જાન્યુઆરી,2022માં લેવાનારી પ્રિલિમ પરીક્ષામાં ધો.10માં ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક , બે પ્રકારના પ્રશ્નપત્રનો વિકલ્પ આપવામાં આવશે.

આ પરિપત્રમાં જણાવાયું છે કે ધો.10માં ગણિત સ્ટાન્ડર્ડ માટે બોર્ડ દ્વારા પેપરનું પરિરૂપ, ગુણભાર, બ્લ્યુ પ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર શૈક્ષણિક વર્ષ 2021-22થી ધો.10ની પરીક્ષા માટે ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ ગણવાનું રહેશે. આ ઉપરાંત ગણિત બેઝિક માટે પણ પેપરનું પરિરૂપ, ગુણભાર, બ્લ્યુ પ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર મોકલી આપવામાં આવ્યું છે. તા.22 નવેમ્બર,2021થી ધો.10ની બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાનો આરંભ થવાનો છે. જેમાં વિદ્યાર્થીઓએ ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક આ બે પૈકી કોઇ પણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જે અંગેની સૂચનાઓ પરીક્ષાના ફોર્મ ભરવાની સૂચનાઓમાં સ્પષ્ટ રીતે જણાવાઇ રહી છે.

ધો.10ની બોર્ડની પરીક્ષા અગાઉ જાન્યુઆરી-2022માં લેવાનારી પ્રિલિમ પરીક્ષામાં ધો.10ના ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક , બે પ્રકારના પ્રશ્નપત્ર પૈકી જે વિકલ્પ પસંદ કર્યો હશે તે મુજબ પેપર આપવામાં આવશે અને આ અંગે જાણકારી શાળાઓમાં આપવા બોર્ડના સંયુક્ત નિયામક બી.એ.રાજગોરે જણાવ્યું છે. આમ બે ગણિતના પેપર માટે બોર્ડે અમલીકરણની દિશામાં એક પગલુ આગળ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...