ભાવનગર કોરોના અપડેટ:જિલ્લામાં 5 દિવસ બાદ આજે કોરોનાના નવા બે કેસ નોંધાયા, 1 દર્દી ડિસ્ચાર્જ

ભાવનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 4 અને ગ્રામ્યમાં 0 દર્દીઓ મળી કુલ 4 એક્ટિવ કેસ

ભાવનગર જિલ્લામાં કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાઈ રહ્યો છે. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 5 દિવસથી શહેરમાં એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો ન હતો. જોકે, આજે છઠ્ઠા દિવસે ભાવનગર શહેરમાં 2 કેસ નોંધાયા હતા. જેમાં એક પુરુષ અને એક સ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શહેરમાં એક દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યો હતો. ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો ન હતો.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 1 અને તાલુકાઓમાં 0 કેસ મળી કુલ 1 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી.

શહેરમાં 4 અને જિલ્લામાં ગ્રામ્યમાં 0 દર્દી મળી કુલ 4 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 29 હજાર 242 કેસ પૈકી હાલ 4 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 359 દર્દીઓનું અવસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...