આયોજન:મધુ સિલીકા દ્વારા રૂા.900 કરોડના બે MOU રાજ્ય સરકાર સાથે કરાયા

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેરમેન રમેશભાઈ શાહ અને એમ.ડી. દર્શક શાહે કરેલા કરાર
  • કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની હાજરીમાં એડી. ચીફ સેક્રેટરી ગુપ્તા સાથે કરાર, શહેરમાં નવી 2000 રોજગારીની તકો ઉભી થશે

ભાવનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી મોટી રોજગારી આપતા નવા ઉદ્યોગોની માંગણી થઈ રહી છે ત્યારે ભાવનગરની જ અનેક લોકોને રોજગારી આપતી સુવિખ્યાત કંપની મધુસિલિકા દ્વારા 1500થી 2000 લોકોને નવી રોજગારી મળે તે માટે રાજ્ય સરકાર સાથે રૂા.900 કરોડના જુદા જુદા બે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. ભાવનગરની મધુસિલીકા પ્રા.લી. દ્વારા તેના બે ભાવી પ્રોેજેક્ટ માટે તા.3જી જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે રૂા.900 કરોડના જુદા જુદા બે એમ.ઓ.યુ. સરકાર વતી કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એડી. ચીફ સેક્રેટરી રાજીવકુમાર ગુપ્તા સાથે કરવામાં આવેલ છે.

આ પ્રોજેક્ટથી ભાવનગરમાં નવી 1500થી 2000 લોકો માટેની રોજગારીની તકો ઊભી થશે. મધુસિલીકા હાલમાં 2400થી વધુ લોકોને રોજગારી આપી રહ્યું છે. ભાવનગરનું યુવાધન હાલમાં રોજગારીની ઉત્તમ તક નહીં મળતા સ્થળાંતર કરી રહ્યુ છે એ સંજોગોમાં આ કરાર ભાવનગર માટે ઘણા મહત્વના સાબિત થશે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે તા.3જી જાન્યુઆરીએ 31 જેટલા વિવિધ એમ.ઓ.યુ. કરાયા છે.

ભાવનગરની મધુસિલીકા પ્રા.લી. કંપની વતી મેનેજીંગ ડાયરેકટર દર્શકભાઈ શાહે કંપનીના એક્સપાન્સનને ધ્યાનમાં લઈ જુદા જુદા બે MOU સરકાર સાથે કરેલ છે. કંપનીના સિલીકા પ્રોજેક્ટના વિસ્તરણ માટે થઈ રહેલા આ બે ઓમ.ઓ.યુ.માં આગામી ત્રણ વર્ષમાં જુદા જુદા બે નવા પ્લાન્ટ રૂા.900 કરોડની અંદાજીત રકમ સાથે કાર્યરત થશે અને તેમાં 1500થી 2000 લોકોને નવી રોજગારીની તકો પ્રાપ્ત થશે તેમ કંપનીના ચેરમેન રમેશભાઈ વી. શાહે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગેરહાજરીમાં કેબીનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની હાજરીમાં સરકાર વતી આ MOU સાઈન કર્યા હતા. મંત્રી વાઘાણીએ ભાવનગરમાં નવી રોજગારીની આટલી મોટી તક ઊભી થઈ રહી છે તે અંગે આનંદ વ્યક્ત કરી સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...