તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી યથાવત:ફાયર સેફ્ટીના અભાવને કારણે વધુ બે શાળાઓને સીલ

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 3 દિવસમાં દસ શાળાઓને સીલ મરાયા
  • બીયુ પરમિશન ફાયર સેફ્ટીની નોટિસો સાથે શૈક્ષણિક સંસ્થાઓને સીલની કાર્યવાહી યથાવત

ફાયર સેફ્ટીના મુદ્દે હાઇકોર્ટ અને સરકાર ગંભીરતા લેતા ભાવનગર કોર્પોરેશન દ્વારા પણ છેલ્લા ઘણા દિવસોથી નોટિસો આપવાનો અને સીલ મારવાનું શરૂ છે. આજે પણ બે શાળાઓને ફાયર સેફટીના અભાવે સીલ મરાયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં કુલ 10 શાળાઓને સીલ મરાયા છે. હાઇકોર્ટની કડકાઈ બાદ બીયુ પરમિશનના મુદ્દે ડાઉન ડેવલપમેન્ટ અને ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા તો નોટિસ આપવામાં આવે છે પરંતુ સાથોસાથ ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને પણ સીલ મારવાની કાર્યવાહી શરૂ છે. આજે શહેરના સરદારનગર ખાતે એક્ટિવ સ્કૂલ તેમજ અકવાડા ખાતે વસઈવાલા માધ્યમિક શાળાને ફાયર સેફટીના અભાવે સીલ મારવામાં આવ્યા હતા.

ગઈકાલે કાળિયાબીડ ખાતે આવેલી સરદાર પટેલની ઝેડ.કે.મેંદપરા સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ, એમ.કે.લાખાણી કન્યા વિદ્યાલય અને જી.જી.એસ. પ્રાથમિક શાળાને સીલ મારવામાં આવ્યા હતા તદુપરાંત ડોન ચોક ખાતે આવેલી મહાલક્ષ્મી વિદ્યાલયને બીજીવાર સીલ મરાયું હતું. અગાઉ મહાલક્ષ્મી વિદ્યાલયે ફાયર સેફ્ટીની સુવિધાનો વર્ક ઓર્ડર અને બોન્ડ રજુ કરતા સીલ ખોલાયું હતું. તેમ છતાં ફાયર સેફ્ટીની સુવિધા નહીં વસાવતા ગઈકાલે પુનઃ સીલ મરાયું હતું. આમ છેલ્લા ત્રણ દિવસમાં 10 શાળાઓને સીલ મરાયા છે.

અન્ય સમાચારો પણ છે...