તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેન્ડ ગ્રેબિંગ:ભાવનગરના સિહોર તાલુકાના નેસડા ગામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ બે ફરીયાદ નોંધાઈ

ભાવનગર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • અરજદારની ખેતીની જમીનમાં ગેરકાયદે પ્રવેશ, કબજો તથા બાંધકામ કરવા સબબ તંત્ર દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી

તાજેતરમાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ એક સાથે ત્રણ ફરીયાદો નોંધી રાજયમાં સૌપ્રથમ ભાવનગર જિલ્લાથી આ કાયદાના અમલની શરૂઆત કરી હતી. ભુમાફિયાઓ તથા જમીન પચાવી પાડનારા તત્વો પર અંકુશ મુકતા આ કાયદા હેઠળ સિહોર તાલુકાનાં નેસડા ખાતે પણ આજરોજ તંત્ર દ્વારા વધુ બે ફરીયાદો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જેમાં બંને ફરિયાદો સિહોર તાલુકાનાં નેસડા ખાતેની સર્વે નં.193 પૈકીની 2 તથા સર્વે નં.191 પૈકીની 1 એમ મળી કુલ 48,866 ચો.મી. જમીન પર નરેશભાઇ ધીરૂભાઈ ડાંગર, હરેશભાઈ ધીરૂભાઈ ડાંગર તથા મહેશભાઇ ધીરૂભાઈ ડાંગર દ્વારા અરજદાર સંજયભાઈ હકાભાઈ હુંબલ તથા વિજયભાઇ હકાભાઈ હુંબલની ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, કબજો કરી જમીનમાં ઈટની ભઠ્ઠી તથા પાકી ઓરડીઓ બનાવી કિંમત રૂ.24 લાખની જમીન પચાવી પાડી હતી. જે અન્વયે અરજદાર દ્વારા ઉપરોક્ત વિગતે અરજી મળતાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બનેલી લેન્ડ ગ્રેબિંગ એકટ સમિતિ દ્વારા ગત તા.31ના રોજ મળેલી બેઠકમાં ઉપરોક્ત બંને અરજીઓ પરત્વે એફ.આર.આઈ. દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો