શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાના મોટા મોટા બગણા ફુંકવામાં આવે છે પણ હકીકત એ છે કે 2021-22ના નવા શૈક્ષણિક સત્રના આરંભ થયાને બે માસથી વધુ સમય વિતી ગયો હોવા છતાં અને ધો.9થી 12માં તો ઓનલાઇનની સાથે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થઇ ગયું છતાં વિદ્યાર્થીઓને ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓને ધો.11માં કેમેસ્ટ્રીના એક પુસ્તકને બાદ કરતા અન્ય એક પણ પાઠ્યપુસ્તક મળ્યા નથી. ધો.9થી 12માં પણ પુરા પાઠ્યપુસ્તકો તો મળ્યા જ નથી.
આથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સત્રના આરંભે પાઠ્યપુસ્તકો ખરીદવા ન પડે તે હેતુ માર્યો જાય છે. કેટલાય વિદ્યાર્થીઓએ બજારમાંથી ગાંઠનું ગોપીચંદન કરીને પુસ્તકો ખરીદી લેવાની ફરજ પડી છે. આથી સરકારની યોજનાનો હેતુ માર્યો જાય છે. હવે પાઠ્યપસ્તક વિતરણ માટે મોટા મોટા આયોજન ઘડવા લાગ્યા છે પણ તેનો કોઇ અર્થ નથી. 2021-22ના શિક્ષણ સત્રનો આરંભ થયાને બે માસથી વધુ સમય થઇ ગયો છે.
આમ છતાં ધો.11-12 સાયન્સ જેવા અગત્યના ધોરણના વિદ્યાર્થીઓને ધો.11 સાયન્સમાં રસાયણ વિજ્ઞાનના એક પુસ્તકને બાદ કરતા અન્ય એકેય પુસ્તકો મળ્યા નથી. બીજી બાજુ ઓનલાઇનની સાથે હવે તો હાઇસ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ થઇ ગયું છે.
આવા મહત્વના વર્ષોમાં ભણતા વિદ્યાર્થીઓને તો આ સંજોગોમાં બજારમાંથી પૈસા ખર્ચીને પુસ્તકો લેવાની ફરજ પડી છે. હવે પછી પાઠ્યપુસ્તકો આવે તેનો કોઇ અર્થ નહીં રહે. આ ઉપરાંત ધો. 9 અને ધો.10માં પણ જે મુખ્ય પાંચ પુસ્તકો ગણાય તે પુરા નથી મળ્યા.ધો.9 અને ધો.10માં સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોના પુસ્તકો મળ્યા ન હોવાની ફરિયાદ મળી રહી છે. કેટલીક શાળાઓમાં 75 વિદ્યાર્થીઓ બેસાડવાનો નિર્ણય વધારે પડતો લાગે કારણ કે વર્ગો નાના હોય છે.
વળી કેટલીય શાળાઓમાં પૂરતા શિક્ષકો પણ નથી. અગાઉના વર્ષોમાં પાઠ્યપુસ્તક મંડળ સાથે સંકલન સાધીને આયોજન કરતા ઉનાળુ વેકેશનમાં જ પુસ્તકો ફાળવી અપાતા હતા. પણ આ વખતે પૂરતા આયોજનના અભાવે આ સ્થિતિ સર્જાઇ છે. પ્રાથમિકમાં પણ ધો.4માં ગુજરાતી અને ધો.7માં સમાજવિદ્યાના પુસ્તકો હવે બે માસે મળ્યા છે.
પરીક્ષા મોકૂફ રાખવાની ફરજ પડી
આ વર્ષે નવા શૈક્ષણિક સત્રના આરંભ થયાને દોઢ માસથી વધુ સમય વિત્યો હોવા છતાં શાળાઓમાં પૂરતા પાઠ્યપુસ્તકો ન આવ્યાની ફરિયાદ વ્યાપણપણે મળ્યા બાદ ખાસ તો સામાજિક વિજ્ઞાન વિષયના નવા પાઠ્યપુસ્તકો અમલમાં આવ્યો છે પણ હજી આ નવા પુસ્તકો તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને મળ્યા નથી. આથી જીસીઇઆરટી દ્વારા ધો.6થી ધો.8માં ઓગસ્ટ માસમાં લેવાનારી સામાજિક વિજ્ઞાનની કસોટી હાલ પુરતી મોકૂફ રાખવામાં ફરજ પડી હતી. બાદમાં હવે વિતરણ માટે આયોજન થવા લાગ્યા છે.
હવે તંત્રએ વિડીયો કોન્ફરન્સ કરી
પાઠ્યપુસ્તકોની ઘટ કે ન મળવાનતા પ્રશ્ને તાજેતરમાં શિક્ષણ વિભાગે વિડીયો કોન્ફરન્સ કરી હતી. જેમાં જણાવાયું હતુ કે 10 ઓગસ્ટ સુધીમાં ઘટતા પુસ્તકો શાળા વિકાસ સમિતિ સુધી પહોંચી જશે અને આજ સુધી તો પુસ્તકો મળ્યા નથી. હવે એક દિવસ બાકી છે.- ડો.રામદેવસિંહ ગોહિલ, એસવીએસ, કન્વીનર
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.