તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતિમ સફરે:તરતું કેસિનો તરીકે ઓળખાતા ક્રૂઝ સહિત બે લક્ઝુરિયસ પેસેન્જર શિપ અલંગમાં લાંગરશે

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂઝ જહાજોના માલીકોમાં સુસ્તતા યથાવત્ રહેવા પામી
  • બે પેસેન્જર જહાજ આવવાથી સેકન્ડ માર્કેટમાં આવી શકે સળવળાટ

એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજોના નૂર દર સુધર્યા હોવાથી જહાજના માલીકો સામાન્ય મરામત કરાવ્યા બાદ પોતાના જહાજો જળ પરિવહન ક્ષેત્રે યથાવત રાખી રહ્યા છે, ત્યાં બીજી તરફ ઓછા જહાજોની વચ્ચે પણ બે લકઝરિયસ ક્રૂઝ શિપ અલંગની અંતિમ સફરે આવી પહોંચ્યા છે.

તરતુ કેસિનો તરીકે ઇન્ટરનેશનલ લેવલે ખ્યાતિપ્રાપ્ત ક્રૂઝ શિપ લીઝર વર્લ્ડ અલંગના પ્લોટ નં.વી-7 દ્વારા ખરીદવામાં આવ્યુ છે. જ્યારે અન્ય એક ક્રૂઝ શિપ એમ્યુઝમેન્ટ વર્લ્ડ પ્લોટ નં.15 દ્વારા ખરીદવામાં આવ્યુ છે.

લીઝર વર્લ્ડ જહાજ 1969માં બનેલુ છે, 528 ફુટ લાંબુ, 74 ફૂટ પહોળુ, 250 ક્રૂ મેમ્બરોના સમાવેશ વાળુ, કેસિનો, કરાઓકે લાઉન્જ, મીની ગોલ્ફ કોર્સ, સોના બાથ, આર્કેડ, ગીફ્ટ શોપ, ફિટનેસ સેન્ટર, મીની સ્વીમિંગ પૂલ, હેર સલૂન, મહત્તમ 800 મુસાફરોની ક્ષમતાના 179 કેબિન 4 ડેક પર આવેલા છે, જહાજમાં 9 માળ છે.

એમ્યુઝમેન્ટ વર્લ્ડ ક્રૂઝ શિપ 1967માં બનેલુ છે. પહોળાઇ 74 ફૂટ, લંબાઇ 463 ફૂટ, મહત્તમ 1300 પેસેન્જરની ક્ષમતા, 450 ક્રૂ મેમ્બર, 250 કેબિન, કેબિન સાથેના 3 ડેક, કુલ 6 ડેક છે. ઉપરાંત મુસાફરો માટેની તમામ લકઝરી સગવડતાઓનો શિપમાં સમાવેશ કરવમાં આવ્યો છે.

ફેબ્રુઆરી મહિના બાદ પુન: બે ક્રૂઝ જહાજો અલંગની અંતિમ સફરે આવી પહોંચતા હવે સેકન્ડ માર્કેટમાં પણ સળવળાટ જોવા મળી શકે છે.

હાલ સેકન્ડ માર્કેટમાં માર્કો પોલો, ગ્રાન્ડ સેલિબ્રેશન, કર્ણિકા જેવા ક્રૂઝ જહાજોનો માલ ભરપૂર આવ્યો છે અને તેના કારણે રજાના દિવસોમાં સમગ્ર રાજ્યમાંથી લોકો અહીં ખરીદી કરવા માટે ઉમટી પડે છે.

અન્ય સમાચારો પણ છે...