ચોરી:તળાજાના દાત્રડ ગામે ધોળા દિવસે પોણા બે લાખની ચોરી

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર લગ્નમાં રાળગોન ગામે ગયો હતો
  • બપોરના સમયે અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશી કુલ રૂપિયા 1.76 લાખની ચોરી કરી

તળાજા તાલુકાના દાત્રડ ગામે ધોળા દિવસે રહેણાંકી મકાનમાંથી પોણા બે લાખની મત્તાની ચોરી થઈ છે. પરિવાર લગ્નમાં રાળગોન ગામે ગયા હતા ત્યારે સવારે 9 થી બપોરના 12 વાગ્યા વચ્ચે અજાણ્યા ઈસમો ચોરી કરી હોવાની તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

દાત્રડ ગામે પરશુરામ સોસાયટીમાં રહેતા વેણીભાઈ ખોડાભાઈ પંડ્યાએ તળાજા પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ કાલે તેમનો પરિવાર રાળગોન ગામે લગ્ન પ્રસંગે ગયો હતો ત્યારે સવારે નવ વાગ્યાથી બપોરના બાર વાગ્યાના સમયગાળા વચ્ચે ઘરે કોઈ નહોતું ત્યારે અજાણ્યા ચોરે ઘરની દિવાલ કુદી ઘરમાં પ્રવેશી ઘરના કબાટના તાળા તોડી તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. 1,76,600ના મુદ્દામાલની ચોરી કરી હતી. ‌વેણીભાઈ બપોરે ઘરે આવ્યા ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાનું જણાતા તેમના દિકરાએ પોલીસને જાણ કરી હતી. આ અંગે આજે ફરિયાદ નોંધાતા તળાજા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...