ભાવનગર તળાજા નેશનલ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. ભાવનગર તળાજા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા તણસા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે.
બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ભાવનગર તળાજા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ તણસા ગામ નજીક ફોર વ્હીલ કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 23 વર્ષીય ભાવેશ વશરામભાઈ બારૈયા અને પ્રવીણભાઈ નાથાભાઈ પરમાર નામના બે વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
બનાવને લઈને ઘોઘા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશનું પંચનામું કામ કરી મૃતક બંને વ્યક્તિઓના મૃતદેહને પી.એમ અર્થે ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.