તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ભાવનગરના સિહોરના ટાણા ગામ પાસે કાર ચાલકે અડફેટે લેતા 2 માસૂમ બાળકોના મોત

ભાવનગરએક મહિનો પહેલા
  • અકસ્માતમાં ત્રણથી ચાર લોકો ઘાયલ થયા
  • અકસ્માત કરી નાસી રહેલા કારચાલકને ઝડપી લોકોએ કારના કાચ તોડ્યા

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામ પાસે આજે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓને એક કાર ચાલકે અડફેટે લેતા બે માસૂમ બાળકોના મોત નિપજ્યા હતા. તો ત્રણથી ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

મળતી માહિતી મુજબ સિહોર ટાણા ગામ પાસે આજે શીતળા સાતમના તહેવાર નિમિતે મંદિરે દર્શનાથે પગપાળા જઈ રહેલા પરિવારને કાર ચાલકે અડફેટે લીધા હતા, જેમાં બે માસૂમ બાળકો ના મોત નિપજયા હતા અને ત્રણ થી ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. અકસ્માતમાં તૃપ્તિબેન હસમુખભાઈ બારૈયા ઉ.વ.આશેર 10 તથા દિવ્યેશ વિજયભાઈ બારૈયા ઉ.વ. આશેર 5 નામના બે બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે એકતાબેન ઉ.વ.આશરે 17 તથા લલિતાબેન ઉ.વ.આશરે 32 સહિત ચાર દર્શનાર્થીઓ ઇજાગ્રસ્ત થતા તેઓને હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા.

આજે શીતળા સાતમનો તહેવાર હોય પરિવારજનો પગપાળા દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે જ કારચાલકે તમામને અડફેટે લેતા કરુણાંતિકા સર્જાઈ હતી. અકસ્માત સર્જી કાર ચાલક ભાગવતા જતા સ્થાનિક લોકોએ કાર ચાલકને ઝડપી કારના કાચ તોડી નાખ્યા હતા. આ મામલે સિહોર પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

દિવ્યેશ બારૈયા, તૃપ્તીબેન બારૈયા
દિવ્યેશ બારૈયા, તૃપ્તીબેન બારૈયા

વિપુલભાઈ રણછોડભાઈ બારૈયા એ જણાવ્યું હતું કે આજે શીતળા સાતમ નો તહેવાર હોય તેને લઇ પરિવારમાંથી દર્શનાથે ગયેલા હોય, અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધા તેમાં અમારા પરિવારના ત્રણ થી ચાર સભ્યો ને વાગ્યું છે, અને એમાં અમારા પરિવારના બે બાળકોના મોત નિપજયા છે. અમારી માગ છે કે, અકસ્માત સર્જનાર કાર ચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામા આવે.

કાર ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો
કાર અડફેટે એક સાથે બે-બે માસુમ બાળકોના મોત નિપજતા ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો અને ગામના કેટલાક યુવાનોએ કારનો પીછો કરી કારચાલકને ઝડપી લઈ પોલીસના હવાલે કર્યો હોવાનું તથા કારમાં પણ તોડફોડ કરી હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...