તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:ભાવનગર જિલ્લામાં 1 દિવસમાં દુષ્કર્મની બે ઘટના, તળાજામાં સગીર ભોગ બની

ભાવનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • વલ્લભીપુરમાં યુવતીને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરાયું

ભાવનગરમાં એક જ દિવસમાં બે દુષ્કર્મની ઘટનાઓ બની છે. જેમાં તળાજામાં સગીરને ચા બનાવવાનું કહી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જ્યારે બીજી ઘટના વલ્લભીપુર પથંકમાં બની હતી. જ્યાં એક યુવતીના ફોટા પાડીને વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

પ્રથમ ઘટનામાં સગીરા ભોગ બનીભાવનગરના તળાજામાં રહેતા અને ખેત મજૂરી કરી જીવન ગુજરાતા પરિવારની સગીરા ઘરમાં એકલી હતી. તે દરમિયાન બે અજાણ્યા શખ્સો ઘરે આવ્યા હતા. આડી અવળી વાતો કરી ચા બનાવવાનું કહ્યું હતું. સગીરા ચા બનાવવા રસોડામાં જતા એક શખ્સ તેની પાછળ ગયો હતો અને રૂમમાં લઇ જઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. બનાવની જાણ પરિવારને થતાં સગીરાને સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવને લઇને પોલીસે સગીરાની ફરિયાદ નોંધી આરોપી શખ્સોને પકડવા તજવીજ હાથ ધરી છે.

બીજી ઘટનામાં યુવતી ભોગ બનીવલ્લભીપુર પંથકમાં એક સગીરે એકાદ વર્ષ પહેલા એક યુવતી સાથે પરિચય કેળવ્યો હતો. બાદમાં યુવતી સાથે સંબંધ વધારી અમુક ફોટોગ્રાફ્સ પાડી લીધા હતા અને અવાર નવાર શારિરીક સંબંધો બાંધવા માગણી કરતો હતો. તસવીરો વાઈરલ કરવાની ધમકી આપી યુવતીને નિર્જન સ્થળે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ વલ્લભીપુર પોલીસ મથકે નોંધાતા પોલીસે સગીરની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો