મહુવા તાલુકાના બગદાણા ગામે સાંજના 4 થી 6 સુધીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. આ વરસાદ બગદાણા ઉપરાંત પંથકના મોણપર, કરમદિયા, માતલપર, નવાગામ (રતનપર) રાળગોન, દુદાણા, બોરલા,ધરાઇ અને ટીટોડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો હતો. આજે ભાવનગર જિલ્લાના મહુવામાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. જિલ્લામાં આજ સુધીમાં સરેરાશ વરસાદ 272 મિલિમિટર એટલે કે 11 ઇંચ થવા આવ્યો છે જે ચોમાસાના ભાવનગર જિલ્લાના કુલ વરસાદ 617 મિલિમિટરના 44.06 ટકા થાય છે.
આજે ભાવનગર જિલ્લાના મહુવામાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. મહુવા શહેરમાં આજે 11 મીલીમીટર વરસાદ નોંધાયો હતો . મહુવામાં આજ સુધીમાં આ સિઝનનો કુલ વરસાદ 490 મીલીમીટર થઈ ગયો છે જે ચોમાસાના કુલ વરસાદ 647 મિલી મીટરના 75.73% થઈ ગયો છે. આજે ઉમરાળા અને ઘોઘામાં 9 મિલી મીટર વરસાદ વરસ્યો હતો. જ્યારે જેસરમાં 6 મીલીમીટર, તળાજામાં 5 મિલીમીટર, ગારિયાધારમાં 4 મિલિમિટર, વલ્લભીપુરમાં 3 મિલિમિટર અને ભાવનગરમાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.