ભાદરવાની મહેર:વલ્લભીપુરમાં બે ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો, હળીયાદમાં સાડા ત્રણ ઈંચ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે વલ્લભીપુર પંથકમાં બે ઇંચથી વરસાદ વરસી ગયો હતો. જ્યારે ઉમરાળામાં પોણો ઇંચ તેમજ ભાવનગર શહેર, મહુવા, જેસર અને તળાજામાં હળવા ઝાપટા વરસી ગયા હતા. ભાવનગર જિલ્લામાં આજે સાંજ સુધીમાં સિઝનનો કુલ વરસાદ 428 મી.મી.થઇ ગયો છે. જે કુલ વાર્ષિક વરસાદ 595 મી.મી.ના 71.93 ટકા થાય છે. જિલ્લામાં સૌથી વુધ વરસાદ મહુવામાં 605 મી.મી. વરસી ગયો છે. આ રીતે સમગ્ર ભાવનગર જિલ્લામાં 100 ટકા વરસાદ થયો હોય તેવો મહુવા પ્રથમ તાલુકો બની ગયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ તળાજામાં 278 મી.મી. વરસ્યો છે.

વલ્લભીપુરમાં 49 મી.મી. વરસાદ વરસી ગયો હતો. વલ્લભીપુરમાં આ વરસાદથી આ ચોમાસમાં કુલ વરસાદ 439 મી.મી. થઇ ગયો છે. વલભીપુરના હળીયાદ ગામે સાડાત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો. આજે ઉમરાળામાં પણ પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. મહુવામાં પાંચ મી.મી. વરસાદ વરસી જતા આ સિઝનમાં મહુવામાં વરસાદ 605 મી.મી. થઇ ગયો છે. જે મહુવામાં વાર્ષિક વરસાદ 604 મી.મી.ના 100 ટકાથી વધી ગયો છે. જિલ્લામાં મહુવા 100 ટકા વરસાદવાળો પ્રથમ તાલુકો બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...