તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:ગઢડામાં બે ઈંચ, ભાવનગર અને વલભીપુરમાં માત્ર ઝાપટા વરસ્યા

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર જિલ્લામાં સરેરાશ વરસાદ 12 ઇંચ થયો
  • આજથી બે દિવસ ભાવનગરમાં ભારે વરસાદની થયેલી આગાહી, સિઝનનો કુલ વરસાદ 51.22 ટકા થયો

ગઢડા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં બપોર પછી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા લોકોએ રાહત અનુભવી હતી. ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે એક કલાક સુધી વરસાદ પડતા આજનો 52 મી.મી. વરસાદ નોંધાયો હતો.

ભાવનગર શહેર અને વલભીપુરમાં શ્રાવણના આજના અંતિમ દિવસે હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા. આવતીકાલ તા. 7 અને 8 સપ્ટેમ્બર બે દિવસ સુધી ભાવનગર શહેર-જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે.

બપોરના સમયે સાત મિલીમીટર વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં આજ સુધીમાં સિઝનનો કુલ વરસાદ 363 મી.મી. છે. વર્ષના સરેરાશ વરસાદ 689 મીમીની તુલનામાં ભાવનગરમાં સુધીમાં 52.65 ટકા વરસાદ વરસી ગયો છે. વલભીપુરમાં આજે 3 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. તેમજ ઉમરાળાના ધોળા જંક્શન અને આજુબાજુમાં ગામડાઓમાં બપોર બાદ ધીમી ધારે તો કોઈક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ભાવનગર જિલ્લામાં સરેરાશ વાર્ષિક વરસાદ 595 મીમી છે અને તેની સામે આજ સુધીમાં 300 મીમી એટલે કે સિઝનનો 51.22 ટકા વરસાદ વરસી ગયો છે. હવે આવતીકાલથી બે દિવસ માટે ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...