મેઘમહેર:ભાવનગરના ઉમરાળામાં એક કલાકમાં બે ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા

ભાવનગર2 મહિનો પહેલા
  • શહેરમાં ભારે ઝાપટું તો જિલ્લામાં એક થી લઈ ને પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો

ભાવનગર શહેર તથા જિલ્લામાં માત્ર એક દિવસ પોરો ખાઈ મેઘરાજા ફરી હાજર થઈ ગયા છે શહેરમાં બપોરે જોરદાર ઝાપટું વરસાવ્યુ હતું તો બીજી તરફ જિલ્લામાં એક થી લઈને પોણા બે ઇંચ જેવો વરસાદ વરસી પડ્યો હોવાનાં વાવડ જાણવા મળ્યાં છે.

ભાવનગર શહેર-જિલ્લો માત્ર પંદર દિવસ માં કરમતી કુદરતની અવિરત કૃપાને પગલે સૂકા દુષ્કાળ ને બદલે લીલાં દુષ્કાળ તરફ ગતિ કરી રહ્યો છે જીલ્લાના મહુવા તથા તળાજા તાલુકામાં અવિરતપણે વરસતા વરસાદ ને પગલે વિવિધ ખરીફ પાકો ને પાણી લાગી જવાનો ડર ખેડૂતોને લાગી રહ્યો છે.

આ સપ્તાહના પ્રારંભે સોમવારે શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ખમૈયા કર્યાં હતાં પરંતુ મંગળવારથી ફરી અસ્સલ રૂપમાં વરસાદે હાજરી આપી હતી. જોકે શહેરમાં બપોરે માત્ર ભારે ઝાપટું જ વરસ્યું હતું. પરંતુ જિલ્લાના ઉમરાળા તાલુકામાં બે ઇંચ તથા મહુવા, તળાજા તાલુકામાં એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરમાં પડેલ જોરદાર ઝાપટાંને પગલે રોડપર પાણી ભરાયાં હતાં. એજ રીતે ઘોઘા, ગારીયાધાર,પાલિતાણા તથા વલ્લભીપુર તાલુકામાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...