તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર મહાનગરપાલિકાની ચુંટણીના હજુ તમામ ઉમેદવાર જાહેર થયા નથી તે પહેલા જ રાજકીય ગરમાવો જામ્યો છે. કોંગ્રેસે ગઈકાલે પ્રસિદ્ધ કરેલી પ્રથમ યાદીમાં 10 વોર્ડમાંથી 21 નામો જાહેર કર્યા હતા ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષે ઉમેદવારો માટેનો બહાર પાડેલા ક્રાઈટ એરિયા પ્રમાણે ત્રણ ટર્મ જીતેલા અને 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા કાર્યકરોને ટીકીટ નહીં આપવાનો નિર્ણય જાહેર કરતા જ ભાજપની રિપીટ થિયરી પણ વિખેરાઈ ગઈ હતી અને બે પૂર્વ મેયર, પૂર્વ ડે.મેયર અને પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન સહિત 15 જેટલા પૂર્વ નગરસેવકો ચુંટણીના મેદાનમાં ઉતરતા પહેલા જ બહાર નીકળી ગયા છે. પરંતુ હજુ પરિવારવાદનો વિવાદ ઉભો છે.
ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણી સંદર્ભે ગઈકાલે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરીમાં ઉમેદવારોને લઈ ચર્ચા ચાલી હતી. ભાવનગર કોર્પોરેશનના ઉમેદવારોની ચર્ચા પૂર્વે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ઉમેદવારો માટે ક્રાઈટ એરિયા બહાર પાડ્યો હતો. ત્રણ ટર્મ જીતેલા અને 60 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવાર ઇચ્છુકો પર તો ચોકડી મારી જ હતી પરંતુ સાથોસાથ સગાવાદને નાબૂદ કરવા નેતાઓના પરિવારજનોને પણ ટિકિટ નહીં આપવાની ઘોષણા કરી હતી. જેને કારણે સ્વાભાવિકપણે વર્ષોથી ઘર કરી ગયેલા અને ભાજપમાં કોઈ સક્રિય ભૂમિકા નહીં હોવા છતાં માત્ર નેતાઓના સગા હોવાને કારણે ટિકિટ આપવાની નીતિને પણ નાબૂદ કરવા પ્રદેશ અધ્યક્ષએ નિર્ણય જાહેર કર્યો હતો. જેથી ભાવનગર ભાજપ સંગઠન દ્વારા નિયત કરાયેલા નામોમાં પણ ફેરફાર થતાં તાત્કાલિક નવી પેનલ બનાવી પાર્લામેન્ટરીમાં રજુ કરી હતી.
પ્રદેશ ભાજપના નિર્ણય મુજબ ભાવનગર કોર્પોરેશનની ગત ટર્મના ભાજપના 34 માંથી 15 જેટલા પૂર્વ નગરસેવકો ઉંમર, ત્રણ ટર્મ અને સંગઠનમાં હોદ્દાને કારણે ચૂંટણીના ઉમેદવારોની રેસમાંથી બહાર નીકળી ગયા. જેને કારણે નવા કાર્યકરોને તક મળી હતી. પરંતુ કોર્પોરેશનની રજે રજ જાણતા અને કોર્પોરેશનના અધિકારીઓને પણ હાથમાં રાખતા પૂર્વ નગરસેવકો ઘર ભેગા થતાં ભાજપને પણ થોડું ઘણું નુકસાન સહન કરવુ પડશે. ભાજપના પૂર્વ નગરસેવકો ઘર ભેગા થતા તેમના પરિવારજનોને ટિકિટ આપવાની ચાલી રહેલી હિલચાલને કારણે પરિવારવાદને નાથવા પ્રદેશ ભાજપ દ્વારા કરાયેલા પ્રયાસ પર પણ પ્રશ્ન ઉભો થયો છે.
કોણ કપાઈ શકે ?
À મનહરભાઈ મોરી À કલ્પેશભાઈ વોરા À કાંતાબેન મકવાણા À જલ્વીકાબેન ગોંડલીયા À આશાબેન બદાણી À હરેશભાઈ મકવાણા À લીલાબેન ખીજડીયા À દિવ્યાબેન વ્યાસ À ડી.ડી. ગોહેલ À શીતલબેન પરમાર À ઉર્મિલાબેન ભાલ À નિમુબેન બાંભણિયા À અભયભાઈ ચૌહાણ À યોગીતાબેન પંડ્યા À હિતેશકુમાર સોલંકી
કોને ટિકિટ મળી શકે ?
À ગીતાબેન બારીયા À કીર્તિબેન દાણીધારીયા À કુમારભાઈ શાહ À યોગીતાબેન ત્રિવેદી À દિલીપ જોબનપુત્રા À અમીત વાઘેલાના પત્ની, કિશોર ગુરૂમુખાણી À મહેશ વાજા À યુવરાજસિંહ ગોહિલ À અનિલભાઈ ત્રિવેદીના પત્ની À યોગીતાબેન પંડ્યાનો પુત્ર À પંકજસિંહ ગોહિલ À પરેશ પંડ્યા À ધીરૂભાઈ ધામેલીયા À રાજુ રાબડીયા À ભરત ચુડાસમા À કાંતાબેનનો ભત્રીજો À મીતાબેન બારૈયા À ડી.ડી. ગોહેલના પત્ની À બુધાભાઈ ગોહેલ À દામુ પંડ્યાને ટિકિટ મળવાની પૂર્ણ શક્યતા રાજકીય વર્તુળોના જણાવ્યા અનુસાર છે. પરંતુ તેમાં પૂર્વ નગરસેવકોના પરિવારને ટિકિટ આપવાનો વિવાદ હજું ઉભો છે. તેમજ પાર્લામેન્ટરી બાદ અંતિમ નિર્ણય જ્યારે નામ જાહેર કરે ત્યારે જ સાચુ કહી શકાય. રાજકારણમાં રાતો રાત ફેરફારની પણ શક્યતાને નકારી શકાય નહીં
વિધાનસભામાં આ નિયમ લાગુ પડે તો શું થાય ?
60 વર્ષથી વધુ ઉંમર અને ત્રણ ટર્મ જીતેલાને ચુંટણીમાં ચાન્સ નહીંનો વિધાનસભામાં ક્રાઈટ એરીયા રાખવામાં આવે તો વર્તમાન ભાજપના ધારાસભ્યો પૈકી કેશુભાઈ નાકરાણી, આત્મારામ પરમાર, સૌરભભાઈ પટેલ, પરષોતમભાઈ સોલંકી અને વિભાવરીબેન દવેને પણ ઘરભેગા થવાનો વારો આવી શકે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.