કોરોના અપડેટ:ભાવનગર ગ્રામ્યમાં બે દિવસ બાદ કોરોનાનો વધુ એક કેસ નોંધાયો, એક્ટિવ કેસની સંખ્યા 3 પર પહોંચી

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 21,430 થઈ

ભાવનગર જિલ્લામાં બે દિવસ બાદ કોરોનાનો વધુ એક નવો કેસ પોઝિટિવ નોંધાયો હતો, ભાવનગર જિલ્લામાં આજરોજ 1 નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની કુલ સંખ્યા 3 પર પહોંચી ચૂકી છે.

જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21 હજાર 430 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં એકપણ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ નોંધાયો ન હતો, જ્યારે ગ્રામ્ય એક સ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ કેસ નોંધાયો. આમ બે દિવસ બાદ ગ્રામ્યમાં વિસ્તારમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે.

આમ જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 430 કેસ પૈકી હાલ 3 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 297 દર્દીઓનું અવસાન થયેલુ છે.

અન્ય સમાચારો પણ છે...