તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોક લાગતા મોત:પાલીતાણાના તળાવ વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોક લાગતા બે ગાય અને એક આખલાનું મોત

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાયોના મોતના પગલે જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ

ભાવનગર જિલ્લાના પાલીતાણાના તળાવ વિસ્તારમાં મહાકાળી મંદિર પાસે પીજીવીસીએલના ઇલેક્ટ્રિક થાંભલામાં શોક લાગતા બે ગાયો અને એક આખલાનું મોત નીપજ્યું હતું.

પીજીવીસીએલના ઇલેક્ટ્રિક લાઈનમાં શોર્ટ લાગવાને કારણે બે ગાયો અને એક આખલાનું મોત થતા પીજીવીસીએલની ટિમ દોડી આવી હતી અને તાત્કાલીક લાઈન બંધ કરી હતી. આ ગાયોના મોતના પગલે જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ હતી, ગામના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

પાલીતાણા ગૌરક્ષા પ્રમુખ કલ્પેશભાઈ એ જણાવ્યું હતું કે આજે સવારે પાલીતાણા તળાવ વિસ્તારમાં આવેલ ગાયો ને શોર્ટ લાગતા મોત થયા છે, આ ગાય ના માલિકને જાણ કરતા તે પણ ઘટના સ્થળે આવ્યા હતા, આ ગાયો પાલીતાણામાં રહેતા રત્નાભાઈ કરશનભાઈ રબારીની બંને ગાયો હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...