પ્રેરણાદાયી:મગજના લકવાવાળા બે ભાઇઓ પોતાના પરિવારનો ટેકો

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મગજની ગંભીર બીમારી છતાં કોઈના ટેકે જીવવાને બદલે ખુદ પોતાના પરિવારનો ટેકો બન્યા નાઝીર, અમન
  • જિંદગીથી નાસીપાસ થયા વગર ખુમારી સાથે જીંદગીનો જંગ જીતી બતાવ્યો

કેટલીક સાફલ્ય ગાથાઓ બહુ પ્રસિદ્ધ થતી નથી હોતી અને આમ પણ તે કોઈ એવોર્ડ કે બહુમાનથી સન્માનિત પણ નથી થતી‌. પરંતુ જિંદગીના જંગમાં જીતી ગયેલા આવા આવી વ્યક્તિઓ બીજા અન્યના જીવનમાં પ્રેરણારૂપ બની રહે છે. આવી જ વાત છે નાઝિર અને અમનની. સાવ સાજોસમો માણસ પણ કેટલીક ક્ષણોએ જિંદગીથી હારી જતો હોય છે, જ્યારે આ બંને તો મગજના લકવા જેવી બિમારીથી પીડિત હોવા છતાં એકપણ ઘટનાથી નાસિપાસ થયા વગર પોતાના પરિવારનો ટેકો બનીને ઉભો છે.

નાઝીર અને અમન એટલે ભાવનગર જિલ્લાના જ જેસર તાલુકાના નાનકડા ભંડારિયા ગામના અનવરઅલી વિરાણીના સંતાન. ભંડારિયા ગામના વતની અનવરઅલી વિરાણી, પોતાના કુટુંબનું ભરણપોષણ ભંગારની ફેરી કરીને ચલાવતા હતા. અનવરઅલીભાઈના ઘરે મોટા દીકરા અમન અને નાના દીકરા નાઝિરનો ક્રમશ: જન્મ થયો પણ આ ખુશી લાંબો સમય ટકી નહી. આ બાળકોની માતાને પણ શારીરિક બેલેન્સ અને બોલવાની તકલીફ તો હતી જ આ બંને બાળકોમાં બેસવા, ચાલવા, બોલવા જેવી ક્રિયાઓનો વિકાસ ન જોવા મળતા તેઓને કુમળી વયે જ પી.એન.આર સોસાયટી સંચાલિત તળાજા મેમોરિયલ હોસ્પિટલમાં ચાલતા વિકલાંગ પુનઃસ્થાપન કેન્દ્રમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા.

તજજ્ઞો દ્વારા સમયસર ફિઝીયો -ઓક્યુપેશનલ થેરાપી મળતા વિલંબિત રહેલા બાળકો વિકાસની ગતિ પકડવા લાગી. વધુ સારવાર અર્થે તેઓને નટરાજ સી.પી.સ્કૂલમાં ધોરણ 1થી 8નું શિક્ષણ આપવા દાખલ કરાયા. આ જહેમત અને અમન, નાઝીરની લગન રંગ લાવવા લાગી. સી.પી (મગજનો લકવો) સાથે મંદબુદ્ધિની આંશિક ક્ષતિ હોવા છતાં શિક્ષણ, પૂર્વ વ્યવસાય, રમત ગમત ,સાંસ્કૃતિક, સામાજિક વિકાસ વગેરે ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી નાઝીરે, શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું.

ધો.8 પાસ કર્યા પછી અમન તેના પિતા સાથે ભંગાર લે-વેચના વ્યવસાયમાં જોડાઈને કુટુંબનો આર્થિક ટેકો બન્યો, તો નાઝિર તળાજાની શાળામાં ઉચ્ચ અભ્યાસ માટે જોડાવાની તૈયારીમાં હતો, પરંતુ અનવરઅલીભાઈનું આકસ્મિક અવસાન થતાં માતાને સાચવવાની સાથે કુટુંબના આર્થિક નિર્વાહની કપરી જવાબદારી આવી પડી. કુદરતની આ કસોટીઓ સામે નાઝીર અને અમન હાર માનવા તૈયાર ન હતા. તેના મિત્રવર્તુળ, પી.એન .આર સંસ્થા તથા જ્ઞાતિ બંધુ તેની પડખે ઉભા રહ્યા અને અમન તો ભંગાર લે-વેચના કામમાં લાગી ગયો હતો જ અને નાઝિરે ડિટરજન્ટ, ફિનાઇલ, સાબુ વગેરેની લારીની ફેરી શરૂ કરી દીધી. જે સંજોગોમાં વ્યક્તિ, પરિવાર પર, કુટુંબના સભ્યો પર આધારિત થઈ જાય એવા સંજોગોમાં પણ અમન અને નાઝીરે હાર ન માની અને તે પોતે કુટુંબનું ભરણ-પોષણ કરવા સક્ષમ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...