ક્રાઇમ:ઉછીના 50 હજાર રૂપીયા પરત માંગતા બે ભાઇઓએ કરી આધેડની હત્યા

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરતેજ ઉપરાંત એલસીબી, એસઓજી ટીમે આરોપીઓને ઝડપી લેવા જાળ બીછાવી

વરતેજ પોલીસ મથક હેઠળના માલણકા ગામે હાથ ઉછીના નાણાની ઉઘરાણીનાં મામલે બે સગ્ગાભાઇઓએ ગામનાજ એક આધેડ પર તિક્ષ્ણ હથિયારના ઘા મારી નાસી છુટતા તેનુ મોત નિપજયું હતુ. વરતેજ ઉપરાંત એલસીબી,એસઓજી પોલીસે આરોપીઓને ઝડપી લેવા જાળ બિછાવી છે.લોકડાઉનમાં મોડીરાત્રે હત્યાનો બનાવ બનતા ભારે ચકચાર મચી જવા પામી છે.

વરતેજ પોલીસ મથક હેઠળના માલણકા ગામે રહેતા હીતેષભાઇ રમેશભાઇ બારૈયા એ આ જ ગામના નિલેષ ગીગાભાઇ બારૈયા તથા તેનો સગ્ગોભાઇ મિતેષ ગીગાભાઇ બારૈયા વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમા જણાવાયુ છે કે તેના પિતા રમેશભાઇ મનજીભાઇ બારૈયાએ નિલેષ અને મીતેષના પિતા ગીગાભાઇ ગફાભાઇ બારૈયાની થોડા દિવસો પહેલા રૂ. 50,000 હાથ ઉછીના લીધા હતા.જે પરત ન કરતા તેની દાઝ રાખી નિલેષ તથા મીતેષે ગત મોડી રાત્રે રમેશભાઇ ઉપર તિક્ષ્ણ હથિયારના આડેધડ ઘા મારી નાસી ગયા હતા. લોહીલુહાણ રમેશભાઇનુ મૃત્યું નીપજયું હતુ.

 આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકના પી.એસ.આઇ.પી.આર.સોલંકીએ એક વાતચીતમા જણાવ્યું હતુ કે ફરિયાદમા જણાવ્યા પ્રમાણે રૂા.50,000ની ઉઘરાણીનો મામલો કારણભુત જણાય છે. અને આરોપી બે સગગાભાઇઓ છે. જેની તપાસ માટે શહેરના ખેડુતવાસ,સરતાતનપર તેમજ ગોરીયાળી સહીતના સથ્ળોએ તપાસ હાથ ધરી છે. આરોપી ટુંક સમયમા ઝડપાય જશે.

અન્ય સમાચારો પણ છે...