ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ વિસ્તારમાં આવેલા આંગણકા ગામે ડોક્ટરની ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બે બોગસ ડોક્ટરોને ભાવનગર એસઓજીએ ઝડપી લીધા હતા. એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી ભરવાડ તથા તેમની ટીમે બાતમીના આધારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના આંગણકા ગામ, આંગણકા ગામ થી ખડસલીયા જવાના રસ્તા તરફ બે ડિગ્રી વગરના દવાખાના, ગણેશ હોસ્પિટલ અને શાશ્વત હોસ્પિટલ, ખોલી બેઠેલા ડોક્ટરો પૈકી 44 વર્ષીય રામજીભાઈ લાભશંકરભાઈ લાધવા (રહેણાંક દુધાળા, રાણગોલ) તથા 26 વર્ષિય રાજેશભાઈ છગનભાઈ જોડીયા (રાણીવાડા તાલુકો મહુવા) તેઓ ડોક્ટર ન હોવા છતાં ડોક્ટરો તરીકે બોગસ દવાખાના ખોલી.
લોકોને એલોપેથી દવાઓની સારવાર કરી લોકો પાસેથી પૈસા પડાવી લોકો સાથે ઠગાઈ વિશ્વાસઘાત કરી પોતે આપેલી દવાઓથી લોકોને વ્યથા અને આરોગ્યમાં નુકસાની થવાની જાણ હોવા છતાં બેદરકારી ભર્યું કૃત્ય આચરી વગર ડિગ્રીએ મેડિકલ પ્રેક્ટિસ કરી જુદી જુદી એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો અને અન્ય મુદ્દા માલ તેઓની પાસેથી કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે આઇપીસી મુજબ ગુનો નોંધી આગળની તપાસ બગદાણા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.