તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃતિ જરૂરી:જિલ્લામાં રસીકરણના પ્રથમ ડોઝના 100 % થતા સવા બે માસ વિતી જશે

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 10 તાલુકાના 18 થી 44 વર્ષના યુવાનો પૈકી હજી 37 ટકાએ જ પ્રથમ ડોઝ લીધો
  • 6.86 લાખ લોકોને કોરોના વેક્સિન બાકી
  • ત્રીજી લહેરના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે જિલ્લામાં 13.90 લાખના લક્ષ્યાંક સામે 7.03 લાખને રસી મળી

ભાવનગર શહેરમાં તો કોરોના રસીકરણ અંતર્ગત અંદાજે 77 ટકા લોકોએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લઇ લીધો છે. પણ ભાવનગર જિલ્લાના 10 તાલુકાઓમાં હજી રસીકરણની ઝડપ ઓછી છે તેમજ રસીકરણ પણ મોડું શરૂ થયું હોય હજી રસીનો પહેલો ડોઝ લીધો હોય તેવા લોકોની કુલ સંખ્યા 51 ટકાએ આંબી છે. આંકડાની દ્રષ્ટિએ 10 તાલુકામાં કુલ 13,09,034 લોકોનો રસીકરણ માટે લક્ષ્યાંક છે અને તે પૈકી અત્યાર સુધીમાં 7,03,354 લોકોએ પહેલો ડોઝ લઇ લીધો હોય હજી 6,86,680 લોકોને રસીનો પ્રથમ ડોઝ લેવાનો બાકી છે. જિલ્લામાં રસીકરણની એવરેજ 10,696ની છે ત્યારે પ્રથમ ડોઝમાં 100% રસીકરણ થતા સવા બે માસ વીતી જશે.

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર જિલ્લાના 10 તાલુકાઓમાં રસીકરણમાં હજી ઝડપ વધારવી આવશ્યક છે. કારણ કે કુલ 13,90,034ના લક્ષ્યાંક સામે 7,03,354 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો છે. 6,86,680 લોકો હજી રસીકરણમાં બાકી છે. ખાસ કરીને યુવાનોમાં વધુ જાગૃતિ આવે તે આવશ્યક છે. કારણ કે 18થી 44 વર્ષના યુવાનોમાં કુલ લક્ષ્યાંક 9,49,234નો છે અને તેની સામે હજી માત્ર 3,51,612 યુવાનોએ જ રસીનો પહેલો ડોઝ લીધો હોય 37 ટકાને જ આવરી શકાયા છે. યુવાનોમાં બીજો ડોઝ તો માત્ર 6 ટકાએ જ લીધો છે. 10 તાલુકાઓમાં ખાસ તો ગારિયાધાર જેવા તાલુકામાં રસીકરણની ઝડપ વધારવી અત્યંત જરૂરી છે.

બીજા ડોઝમાં હજી 11.62 લાખ લોકો બાકી
કોરોના રસીકરણના બીજા ડોઝમાં નોંધપાત્ર સંખ્યામાં લોકો બાકી છે. 10 તાલુકાના કુલ 13,90,034 લોકો પૈકી 2,27,566 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હોય હજી 11,62,468 રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે. બીજા ડોઝ માટે જિલ્લામાં તંત્રએ લાંબી મજલ કાપવાની બાકી છે.

જિલ્લામાં કુલ રસીકરણ

1390034 કુલ લક્ષ્યાંક 703354 રસીનો પ્રથમ ડોઝ 51 % પ્રથમ ડોઝની ટકાવારી

18 થી 44 વર્ષના યુવાનો
949234 કુલ લક્ષ્યાંક
351612 રસીનો પ્રથમ ડોઝ
37 % પ્રથમ ડોઝની ટકાવારી

45 વર્ષથી વધુ
397590 કુલ લક્ષ્યાંક
308532 રસીનો પ્રથમ ડોઝ
78 % પ્રથમ ડોઝની ટકાવારી

અન્ય સમાચારો પણ છે...