તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પાલીતાણા ખાતેથી મોટર સાયકલ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી લીધા

ભાવનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સીસીટીવી કેમરા તથા પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી ચોર પકડાયા

પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના માણસો તેના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે અલગ અલગ બે જગ્યાએથી મોટર સાઈકલ ચોરી કરેલ ઈસમો નીકળ્યા છે. તેની પુછપરછ કરતા બંને ઈસમો પાસે ગાડીના કાગળો માંગતા ન આપતા વધુ પૂછપરછ કરતા બંનેએ જણાવ્યું આ બાઇક તેમને બે જગ્યાએ ચોરી કરી હતી. તેથી તેમની ધરપકડ કરવામાં આવી છે.

બાઇક પાલીતાણાના અમિતશાહના દવાખાના પાસેથી ચોરી કરી હતી

પાલીતાણા ટાઉન પોસ્ટેના ડી સ્ટાફના માણસો સાથે ટાઉન વિસ્તાર પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન બાતમી રાહે હકીકત આધારે આરોપીઓ ભાવેશભાઇ જેન્તીભાઈ ડાભી ઉ.વ.25 તથા કૌશિકભાઈ અશ્ચીનભાઈ ભેડા ઉ.વ.26 રહે. બંને પાલીતાણા જી-ભાવનગર વાળાઓને પાસેથી બજાજ કેલીબર મોટર સાયકલ જે પાલીતાણાના અમિતશાહના દવાખાના પાસેથી ચોરી કરેલી હતી. જેની રૂ.15,000 છે.

તેમજ હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ જે શિહોર ખાતેથી ચોરી કરેલી જેની કિંમત રૂપિયા 15,000 હતી. આમ પાલીતાણા ટાઉન પોલીસને વિશ્વાસ સીસીટીવી કેમરા પ્રોજેક્ટ તથા પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી બે મોટર સાયકલ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો