તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:3 વર્ષ પૂર્વે થયેલ જીવલેણ હુમલામાં બે આરોપીઓને સાત વર્ષની કેદ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તલવાર વડે હુમલો કર્યાની ફરિયાદ બોરતળાવ પોલીસમાં નોંધાયેલી

ત્રણ વર્ષ પૂર્વે ભાવનગર શહેરના ચિત્રા એસ.ટી.વર્કશોપ સામે, ભાવના સોસાયટી વિસ્તારમાં ચાર શખ્સો સહિત એક સગીરે એક સંપ કરી રોડ ઉપર ચાલવાની નજીવી બાબતે બે શખ્સો ઉપર જીવલેણ હુમલો કર્યાં અંગેનો કેસ ભાવનગર પ્રિ.ડિસ્ટ્રી.એન્ડ સેસન્સ જજની અદાલતમાં ચાલી જતાં અદાલતે જિલ્લા સરકારી વકીલની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરેને ધ્યાનમાં રાખી મુખ્ય બે આરોપીઓને સાત વર્ષની કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. જ્યારે અન્ય બે શખ્સોને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો.

ગત તા. 9/12/2018ના દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ સોઢા (રહે. બેંક કોલોની પાછળ, ચિત્રા) તથા તેના મિત્ર જીગીતભાઈ ચૌહાણ બંન્ને અલગ-અલગ મોટરસાઈકલ પર વિઠ્ઠલવાડીમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરી નારી ચોકડી તરફ જતાં હતા ત્યારે આરોપીઓ યોગેશ ઉર્ફે જગીરો પોપટભાઈ વેગડ, મિલન ભાવેશભાઈ મકવાણા, જયદીપ ઉર્ફે કાનો ભરતભાઈ પરમાર, રવિ ઉર્ફે ડોડો રણછોડભાઈ પરમાર (તમામ રહે. ભાવના સોસાયટી, એસ.ટી.વર્કશોપ સામે)વાળાઓએ એક સંપ થઈ સાહેદની મોટરસાઈકલ અટકાવી આ રોડ અમારો છે અહીંથી નિકળવું નહી અમે અહીંના ડોન છીએ તેમ કહી અપશબ્દો કહી તલવાર વડે ઈજા પહોંચાડી ઢીકા પાટુનો માર માર્યાની ફરિયાદ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાઈ હતી.

આ અંગેનો કેસ આજે ભાવનગર પ્રિ.ડિસ્ટ્રી.એન્ડ સેસન્સ જજ આર.ટી.વાછાણીની અદાલતમાં ચાલી જતાં અદાલતે જિલ્લા સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલીલો, મૌખીક પુરાવા, દસ્તાવેજી પુરાવા, સાક્ષી વિગેરેને ધ્યાને લઈ મુખ્ય આરોપી યોગેશ ઉર્ફે જીગરો પોપટભાઈ વેગડ અને મિલન ભાવેશભાઈ મકવાણાને તકસીરવાન ઠેરવી 7 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ. 15 હજારનો દંડ તથા એક વર્ષની કેદની સજા અને રોકડા રૂ. એક હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો. જ્યારે અન્ય બે આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકાયા હતા અને સગીરની સામે કેસ ચાલવાનો બાકી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...