તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો નિર્ણય:રાજુ ટેભાણી હત્યા કેસના બે આરોપીઓને આજીવન કેદ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચાર વર્ષ પૂર્વે ભાવનગર શહેરના ક.પરા વિસ્તાર ​​માં રહેતા શખ્સની હત્યા કેસમાં સંડોવાયેલા બે આરોપીઓને આજીવન કેદની સજા અને રોકડ રૂા.5 હજારનો દંડ ફટકાર્યો હતો.

ફરિયાદી રાજુભાઈ મનુભાઈ ટેભાણી કોળી (વાલ્કેટ ગેટ, બજરંગ અખાડા પાસે, ક.પરા. ભાવનગર) ગત તા.4-11-2017ના રાત્રિના તે તથા તેમનો મિત્ર વાઘો બન્ને જયેશ કાળુભાઈ રાઠોડ (રહે.રૂવાબ સોડા પાસે, પ્લોટ નં.33/બી, રૂવાપરી રોડ, ખેડુતવાસ)વાળો તેમનો મિત્ર હોય તેને મળવા માટે તેના ઘરે ગયેલા તે વેળાએ જયેશ ઘરે હાજર ન હોય અને તેના બાપુજી કાળુભાઈ ઘરે હાજર હોય તેમણે ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગતા જેથી ફરિયાદી રાજુ ટેભાણીએ ઉશ્કેરાઈ જઈ કાળુભાઈને બેચાર લાફા મારેલ અને ત્યારબાદ તથા તેમનો મિત્ર વાઘો બન્ને જણા પાછા તેમના ઘરબાજુ આવતા હોય રાત્રિના 9.30 કલાકના સુમારે બન્ને જણા કાળકામાંના મંદિર પાસે ખાર પાટ પાસે નીકળતા હતા ત્યારે તેમની પાછળ જયેશ રાઠોડ તથા તેમના બનેવી કિશોરભાઈ ઉર્ફે બાબુલાલ વાલજીભાઈ મકવાણા કોળી (રૂવાપરી રોડ, ખેડુતવાસ) બન્નેએ જેમ ફાવે તેમ બોલી ફરિયાદી રાજુ ટેભાણીને કહેલ કે ‘તુ હમણાં મારા ઘરે આવી શું દાદાગીરી કરતો હતો અને મારા બાપુજીને વગર વાંકે શું કામ મારેલ’ તેમ કહેતા ફરિયાદી રાજુએ કહેલ કે મેં કોઈને મારેલ નથી. તે વેળાએ આરોપીઓ જયેશ રાઠોડ અને કિશોર ઉર્ફે બાબુલાલ મકવાણાએ એક સંપ કરી રાજુ મનુભાઈ ટેભાણી ઉપર તલવાર વડે હુમલો કરી, ફરિયાદીને ગાળો આપી તલવારોના ઘા મારી ગંભીર ઈજા કરી બન્ને આરોપીઓ નાસી છૂટ્યા હતા. જયારે રાજુભાઇનું મોત નિપજ્યું હતું આ અંગેનો કેસ આજે ભાવનગરની અદાલતમા સરકારી વકિલ િવપુલ દેવમુરારીની દલીલો સાંભળ્યા બાદ જજે જયેશ કાળુભાઈ રાઠોડ અને કિશોર ઉર્ફે બાબુલાલ વાલજીભાઈ મકવાણાને આજીવન કેદ ફરમાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો