તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના કુંભારવાડા વિસ્તારમાં બે વર્ષ પુર્વે અગાઉના ઝઘડાની દાઝ રાખી બે શખ્સોએ યુવાનને ખાર વિસ્તારમા લઇ જઇ નગ્ન કરી લાકડી વડે મારમારી હત્યા કર્યા અંગેનો કેસ મંગળવારે ભાવનગરની કોર્ટમાં ચાલી જતા અદાલતે બન્ને અારોપીઅોને કસુુરવાન ઠરાવી અાજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. અા બનાવ અંગેની મળતી વિગતો મુજબ ફરિયાદી જેન્તીભાઇ છગનભાઇ મકવાણાઅે ડી.ડીવીઝન પોલીસ મથકમાં ગત તા.28/10/2018 ના રોજ નોંધાવેલી ફરિયાદમા જણાવાયું હતુ કે તેઅો મજુરી કામે ગયેલા અને મોડી સાંજે ઘરે પરત ફરતા તેમનો દિકરો મનોજ ઘરે નહીં અાવતા તેની ચિન્તાભરી શોધખોળ કરાઇ હતી.
તે દરમિયાન અેવુ જાણવા મળેલ કે મનોજને કુંભારવાડાન બાનુબાઇની વાડી વિસ્તારમાં રહેતા અારોપીઅો સાગર જેન્તીભાઇ વેગડ તથા રામા કાનાભાઇ બારૈયા નામના શખ્સોઅે લાકડી,ધોકા વડે મારમારી બન્ને અારોપીઅો અાગરીયાની વાડી ખાર વિસ્તારમાં લઇ ગયા હતા.ત્યા મૃતકને મારમારેલ જે અંગેની પુછપરછ કરતા અારોપી સાગર ફરિયાદી સહિતના તેમના કુટુંબીજનોને ઘટના સ્થળે લઇ ગયો હતો. જે તે સમયે અારોપી નાશી છુટયો હતો.ઘટના સ્થળે તપાસ કરતા મૃતકના શરીર ઉપર કપડા ન હતા. ખાલી ચડ્ડી પરેહી હતી.તેના માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી. અને શરીર ઉપર પણ ઇજા ના નીશાન જોવા મળ્યા હતા.અને મનોજ મરણ ગયેલ હતો.
બનાવના કારણમા ફરિયાદીઅે અેવુ જણાવેલ કે તેમના દીકરા મનોજને અા અગાૈ સાગર વેગડ તથા રામા બારૈયા સાથે સામાન્ય બોલાચાલી થયેલી જેની દાઝ રાખી ઉક્ત બન્ને શખ્સોઅે લાકડી તથા મારમારી માથાના ભાગે ગ|ભીર ઇજા પહો|ચાડી મનોજનુ મોત નિપજાવ્યુ હતુ.પોલીસે બન્ને વિરુધ્ધ હત્યા સહીતની કલમો હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો.જે અંગેનો કેસ મંગળવારે ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ અેન્ડ સેસન્સ જજ અાર.ટી.વચ્છાણીની કોર્ટમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો,પુરાવાઅો ને ધ્યાને લઇ બન્ને અારોપીઅોને કસુરવાન ઠરાવી અાજીવન કેદની સજા અને રોકડા રૂપીયા 5000 નો દંડ ફટકાર્યો હતો.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.