ઉજવણી:શહેર અને જિલ્લામાં ઠાકોરજી મહારાજ સાથે તુલસી વૃંદાનો લગ્નોત્સવ આજે ઉજવાશે

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં ડાયમંડ ચોક, ભરતનગર, કાળીયાબીડ, ચિત્રા સહિતના વિસ્તારોમાં ઉજવણી
  • સૌરાષ્ટ્રભરમાં આજે મંદિરો, સામાજિક સંસ્થાઓ અને લોકો ઘરમાં પણ તુલસી વિવાહની ઉજવણી કરાશે

કારતક સુદ અગિયારશને રવિવાર તા.15 નવેમ્બરને સોમવારે દેવ દિવાળીની ઉજવણી થશે જેમં ઠાકોરજી મહારાજના તુલસી વૃંદા સાથે લગ્નોત્સવ ઉજવાશે અને સાથે શિયાળુ લગ્નોત્સવનો આરંભ થશે. ચાર માસના લાંબા બ્રેક બાદ લગ્નની સિઝનનો પુન: આરંભ થતાની સાથે લગ્નની શરણાઇઓ અને ઢોલ, બેન્ડ વાજા ગુંજતા થશે. આ વખતે આજે અને આવતી કાલ બે દિવસ અગિયારસ છે પણ તુલસી વિવાહ આવતી કાલ સોમવારે ઉજવાશે. વિક્રમ સંવત 2078ના શરૂ થયેલા વર્ષમાં હવે શિયાળુ લગ્નસિઝન પૂરબહારમાં ખિલવા શરૂ થઇ રહી છે. વાડી, હોલ બેન્ડવાજા, ગોર-મહારાજ, કેટરર્સ, ટ્રાવેલ્સ સહિ‌ત સૌ કોઇ પાસે એક પછી એક દિવસના બબ્બે ઓર્ડર આવી ગયા છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં રિવાજ મુજબ અગિયારશના દિવસે દેવદિવાળી ઉજવાય છે તથા આજ દિવસે તુલસીવિવાહ કરવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં આ ઉત્સવ પાંચ દિવસનો મનાવાય છે અને પૂનમના દિવસે ત્યાં દેવદિવાળી મનાવાય છે સૌરાષ્ટ્ર-કચ્છમાં પરંપરા મુજબ સોમવારે દેવદિવાળી ઉજવાશે. દેવદિવાળીના દિવસે તુલસી પૂજા અને ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામની પૂજાનું મહત્ત્વ વધારે છે. ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરમાં સોમવારે મંદિરો, સામાજિક સંસ્થાઓ, લોકોના ઘરમાં પણ તુલસીવિવાહ થશે.

ભાવનગર શહેરમાં ડાયમંડ ચોક, ભરતનગર, કાળીયાબીડ, ચિત્રા સહિતના વિસ્તારોમાં આ વર્ષે તુલસી વિવાહની ઉજવણી થવાની છે. આ પર્વનું મહાત્મ્ય એ છે કે જે લોકોને દાંપત્ય જીવનમાં વારંવાર ઝઘડા થતા હોય તો શેરડીના મંડપ નીચે તુલસીવિવાહ કરવાથી દાંપત્ય જીવનમાં મીઠાશ આવે છે. જેના વિવાહ થતા ન હોય તેઓએ તુલસીવિવાહ કરવાથી વિવાહના યોગ બને છે. ખાસ કરીને જેને ઘરે કુંવારી કન્યા મૃત્યુ પામી હોય તો તેની પાછળ તુલસીવિવાહ કરવામાં આવે છે. સોમવારે સવારે તુલસીજીની પૂજા કરવી તુલસીજીની આજુબાજુ બે શેરડીના સાંઠાનો મંડપ બનાવો નીચે તુલસીજી રાખવા ત્યાર બાદ તેની સાથે શાલિગ્રામ પધરાવા તથા તુલસીજીને ચૂંદડી ઓઢાડી ચાંદલો કરવામાં આવશે.

શાલિગ્રામ અને તુલસીજીને અબીલ, ગુલાલ, કંકુ, ફૂલ, પધરાવવા તથા ધૂપ-દીપ અર્પણ કરી નૈવેદ્યમાં મીઠાઈ અર્પણ કરી આરતી ઉતારવી. ભરતનગર : છેલ્લા 25 વર્ષથી ભરતનગર ખાતે ફ્રેન્ડગૃપ દ્વારા તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મંડપ મુહૃુર્ત સવારે 9 કલાકે, જાન પ્રસ્થાન સાંજે 7 કલાકે જુના શીવનગર, શ્રીનાથજીનગરથી થશે જે ભરતનગરના રાજમાર્ગો પર ફરી સીતારામ ચોક, જુના બે માળીયા, ભવાની માતા મંદીર, 12 નંબર બસસ્ટોપ થઈ લગ્નસ્થળે પહોંચશે.તુલસી વૃંદાનું પુજન સાંજે 4 કલાકે જાનનું સામૈયુ ભરતનગર તરફથી સાંજે 8 કલાકે, હસ્ત મેળાપ રાત્રે 8.45, બપોરે 3 કલાકે ગોરણી પુજન યોજાશે.

સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર : સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર ખાતે તુલસી વિવાહ યોજાશે. જેમાં ઠાકોરજીનો વરઘોડો તા.15/11ને સોમવારે રાત્રે 8 કલાકે બારસો મહાદેવની વાડી, મોતીતળાવ પાછળ, હસ્તમેળાપ તા.15/11ને સોમવારે રાત્રે 10.45 કલાકે થશે. બજરંગ મિત્ર મંડળ, સુભાષનગર : બજરંગ મિત્ર મંડળ સુભાષનગર આયોજિત તુલસી વિવાહમાં ગોરણી પૂજન તા.15/11ને સોમવારે બપોરે 2.30 કલાકે, જાન આગમન રાત્રે 7.30 કલાકે રૂવા ગામ ઠાકર દ્વારેથી, અજયવાડી, ભગવાનેશ્વર કોમ્પલેક્ષ થી સુભાષનગર પહોંચશે., હસ્તે મેળાપ તા.15/11ને સોમવારે રાત્રે 7.30 કલાકે થશે. સરમાળીયા દાદા મિત્ર મંડળ - દેવલી : સરમાળીયા દાદા મિત્ર મંડળ તથા દેવલી દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

જેમાં પુજા સોમવાર, તા.15/11ને સાંજે 5.30 કલાકે, હસ્ત મેળાપ સોમવાર તા.15/11ના રાત્રે 11.30 કલાકે, ભોજન સમારંભ મંગળવાર તા.16/11ને સવારે 9.30 કલાકે સરમાળીયા દાદાના મંદિરે, ગેબનશાપીર બાપુની દરગાહ સામે, દેવલી, તા. તળાજા રાખેલ છે. ગામ ધુમાડો બંધ રાખેલ છે.મણાર ગામે તુલસી વિવાહ : તુલસી વિવાહ નિમિત્તે તા.15/11ને સોમવારે મણાર ગામસમસ્ત તુલસી વિવાહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને તેનાં ઉપક્રમે રાત્રે અંબિકા મંડળ-મણાર દ્વારા માણેક ચોકમાં "વીર રામવાળો"નાટક ભજવાશે.

અન્ય સમાચારો પણ છે...