તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમર્થન:મંગળવારના બંધને વિવિધ સંગઠનોનું મળેલું સમર્થન, કોઇ પણ માલ યાર્ડમાં ન લાવવા ખેડૂતોને અપીલ

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડૂતોને અન્યાયકારી ત્રણ કાયદા પાછા ખેંચવાની માંગ સાથે તા.8 ડિસેમ્બરને મંગળવારે ગુજરાત બંધનું એલાન ગુજરાત કિસાન સભા, ગુજરાત ખેડૂત સંગઠન સહિત 17 ખેડૂત સંગઠનોએ હાકલ કરી છે. આ બંધના એલાનને ભાવનગર જિલ્લામાં બંધ પાળવા સી.પી.એમ., કિસાન સભા ભાવનગર જિલ્લા એકમ, જનવાદી મહિલા સમિતી અને ડીવાયએફઆઇ વિગેરે સંગઠનોએ અનુરોધ કર્યો છે. ભાવનગર જિલ્લામાં બંધ પાળવા અને જિલ્લાના તમામ ખેડૂતોને કોઇ પણ સામાન માર્કેટ યાર્ડમાં નહીં લાવવા અપીલ કરી છે. ચેમ્બર ઓફ કોમર્સને પણ અનુરોધ કરાયો છે. નાગરિકોને એક દિવસ ખરીદી માટે ન નીકળવા ખાસ અપીલ કરવામાં આવી છે.

તા.8 ડિસેમ્બરે અપાયેલા રાષ્ટ્રવ્યાપી બંધના એલાનના અનુસંધાને ગુજરાત બંધનું એલાન ખેડૂતોએ આપ્યું છે.બંધના આ એલાનને સીટુ, એચ.એમ.એસ., શ્રમજીવી સંગઠનો, ડેમોક્રેટિક યુથ ફેડરેશન, જનવાદી મહિલા સંગઠન, સ્ટેડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા સહિતનાએ સમર્થન આપ્યું છે. ભાવનગર જીલ્લા ખેડુત એકતા મંચ, ખેડુત સમાજે જાહેર ટેકો આપી જોડાશે તેમજ જીલ્લાના ખેડુતો, પાશુપાલકો, ખેતમજુરો સહીત વિવિધ સંગઠનોને બંધમાં જોડાવવા અપીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો