તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ક્ષય વિભાગના કર્મીઓ આજે કલેકટરને આવેદન આપશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓના મનસ્વી વર્તનના વિરોધમાં
  • અદાલતના તિરસ્કાર કરનારા અધિકારીઓ વિરૂદ્ધ તા.7 થી 12 મે સુધી પેનડાઉન લડત

આરોગ્યના ક્ષય વિભાગના કરારી કર્મીઓ દ્વારા અદાલતના તિરસ્કાર કરતા અધિકારીઓ વિરુદ્ધ અને માંગણીઓને લઇને પેન ડાઉન કરવામાં આવશે. તારીખ 7 થી 12 મે દરમિયાન પ્રતિકાત્મક ડાઉનમાં ગુજરાત ભરના જિલ્લાઓમાં કોરોના પાલન સાથે આવેદન પાઠવવામાં આવશે. આ એલાન અંતર્ગત તા.10મી મેને સોમવારે ભાવનગર જિલ્લાના ક્ષય વિભાગના કર્મચારીઓ કલેકટરને આવેદનપત્ર આપશે.

સંઘ પ્રમુખ હેમાંશુ પંડયાના જણાવ્યા મુજબ કોરોના ના કપરા કાળ ને ધ્યાનમાં રાખી દર્દીઓને દવા પહોંચાડવી, તેમનું નિદાન સહિતની સેવાઓ સંપૂર્ણપણે ચાલુ રખાશે. પરંતુ લેખિત રિપોર્ટિંગ ન કરવું, ઉચ્ચસ્તરે રિપોર્ટિંગ ન કરવું, નીક્ષય પોર્ટલ અપડેશન ન કરવું, મંથલી મીટીંગ બહિષ્કાર જેવા પગલાં સાથે પડતર માંગણીઓને લઇને પેન ડાઉન કરવામાં આવશે.

આવતીકાલે સોમવારે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે જેમાં ગુજરાત હાઈકોર્ટના આદેશનો ભંગ કરતા ક્ષય અધિકારીઓ અને રાજ્યકક્ષાના અધિકારીઓ કે જે આવા કાયદા વિરૂદ્ધના સ્તુત્યને પ્રોત્સાહન આપે છે તેઓ વિરૂદ્ધ પગલા લેવા સરકારને જાણ કરવા માંગ કરવામાં આવશે. આ હડતાલ પાડી હોવા છતાં દર્દીને લગતી તમામ પ્રકારની સેવાઓ યથાવત રાખવામાં આવી છે.

અધિકારીઓના આવા વર્તનના વિરોધમાં જિલ્લાના દર્દીઓની સેવા સાથે એમડીઆર દર્દીઓને સ્વખર્ચે ચણાગોળની કીટનું વિતરણ કરાશે અને અધિકારીઓને માનવતાપૂર્ણ વર્તનનો સંદેશો અપાશે.

અન્ય સમાચારો પણ છે...