તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિક્ષા સ્વીકારશે:ડોસાભાઇ અભેચંદ પેઢીના ટ્રસ્ટી નિરંજનભાઇ અને મુંબઇના મંજુલાબેન ભાવનગરમાં વૈરાગ્ય સ્વીકારશે

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
નિરંજનભાઇ - Divya Bhaskar
નિરંજનભાઇ
 • આજથી નિર્મળચંદ્રસૂરિની નિશ્રામાં દાદાસાહેબ ડોમ ખાતે અનેકવિધ કાર્યક્રમો

ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાસંઘ સંચાલીત દાદાસાહેબ વિભાગના આંગણે ભાગવતી પ્રવજયા પ્રસંગે પૂ.આચાર્ય નિર્મળચંદ્રસૂરિ, પૂ.ઉપાધ્યાય પુંડરીક વિજયજી મ.સા., પૂ.ઉપાધ્યાય વૈરાગ્યરત્ન વિજયજી મ.સા. પૂ.હર્ષિલસેન વિજયજી મ.સા, પૂ.મુનિરાજ ભદ્રભાહુ વિજયજી મ.સા., પૂ.ઉપાધ્યાય વિમલકીર્તીવિજયજી મ.સા, પૂ.પં.કલ્યાણકીર્તી વિજયજી મ.સા, પૂ.મુનિરાજ પદ્મનાભ વિજયજી મ.સા તથા ભાવનગરમાં બિરાજમાન શ્રમણ શ્રમણી ભગવંતોની નિશ્રામાં કારતક વદ 10 ગુરૂવારના રોજ પ્રવજયા પ્રદાન કરાશે.

પૂ. શાસન સમ્રાટ સમુદાયના ગચ્છ નાયક પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજય હેમચંદ્રસૂરિ મ.સાના આશીર્વાદથી મુંબઇના મંજુલાબેન પ્રવિણચંદ્ર સંઘવી અને ભાવનગરના શિલ્પીનગરમાં રહેતા નિરંજનભાઇ નાનાલાલ (ઉ.વ.73) દાદાસાહેબ ડોમમાં દિક્ષા ગ્રહણ કરશે.મૂળ સિહોર ગામના હાલ બોરવલી ખાતે સ્થાયી થયેલા મંજુલાબેન પ્રવિણચંદ્ર સંઘવી તેમના કુટુંબમાંથી છઠ્ઠા અને સિહોરના 92માં દિક્ષાથી બનશે.

આ પ્રસંગે કારતક વદ 8 મંગળવારના રોજ સવારે 6-30 કલાકે પાઘડીવાળા ભાઇઓ દ્વારા પંચ કલ્યાણકની પુજા, બપોરે 2 કલાકે કપડા રંગવાના (મુનિવેશ વસ્ત્ર વધામણા), કારતક વદ 9 બુધવાર સવારે 9 કલાકે દાદાસાબહે જિનાલયમાં મુળનાયક પ્રભુ ઉપર શક્રસ્તવ અભિષેક કરવામાં આવશે. જેમા દિપેશભાઇ ભકિતકાર રહેશે. બપોરે 2-45 કલાકે છાબ વિધિ, સાંજે 4 કલાકે અંતિમ વાયણા, સાંજે 6-30 કલાકે વિદાય સમારંભ જેમા વકતા મિલનભાઇ મહેતા, સ્વર ભાવીકભાઇ મહેતા આપશે. કારતક વદ 10 તા.10-12ના પૂ.પુંડરીક વિજયજી મ.સાનો 81મો જન્મ દિવસ પ્રવેશ, દિક્ષા વિધિનો સવારે 6-45 કલાકે પ્રારંભ થશે. જેમા વકતા તરીકે મિલનભાઇ મહેતા અને સ્વર વિજયભાઇ શાહ આપશે.

પત્ની પદમાબેને દિક્ષા માટે પતિને આપી રજા
45 વર્ષના લગ્ન જીવન બાદ 70 વર્ષના પત્ની પદમાબેને પતિ નિરંજનભાઇને રાજી ખુશીથી દિક્ષા માટે રજા આપી હતી.73 વર્ષના ભાવિ દિક્ષાર્થી નિરંજનભાઇએ બીકોમ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ ઓરીએન્ટ ઇન્સ્યુરન્સ કંપનીમાં ઓફીસર તરીકે ફરજ બજાવી 2004માં વીઆરએસ લઇ ભાવનગર શ્વેતામ્બર મૂર્તિ પૂજક સંઘ ડોસાભાઇ અભેચંદની પેઢીમાં કારોબારીમાં ટ્રસ્ટી અને દાદાસાહેબ વિભાગમાં કાર્યવાહક કમીટીમાં મેમ્બર તરીકે સેવા આપતા હતા.

મંજુલાબેન
મંજુલાબેન
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો