અકસ્માત:ભાવનગરમાં ખાટલામાં ઊંઘી રહેલા ડંભાળીયાના યુવાનને ટ્રક ચાલકે અડફેટે લેતા મોત

ભાવનગર9 દિવસ પહેલા
  • અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છૂટતા પોલીસે ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા

ભાવનગરની સાઈબંધન કંપનીની બહાર રાત્રિના સમયે ખુલ્લામાં ખાટલો નાખીને આરામ કરી રહેલા ડંભાળિયા ગામના રહેવાસી 30 વર્ષીય ભરત સવજીભાઈ મકવાણાને ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં યુવકનું મોત થયું હતું. આ અંગે સિહોર પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી નાસી છૂટેલા વાહનચાલકને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભાવનગરના વલ્લભીપુર રાઘવ પેટ્રોલ પંપ બાજુમાં ડંભાળીયા રોડ ઉપર હિટ એન્ડ રન ની ઘટના હતી. ટ્રકે એક યુવક કચડી નાખ્યો હતો. ઉમરાળામાં ડંભાળીયા ગામે રહેતા અને સાઈબંધન પ્રા.કંપની રોલિંગ મિલમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ સવજીભાઈ ઉ.વર્ષ 30 પોતાની ફરજ પૂરી કરી મીલ નજીક આવેલા ખેતરમાં ખાટલો ઢાળી ઊંઘી રહ્યા હતા. ત્યારે વહેલી સવારે ટ્રક ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે ચલાવી ખાટલામાં સૂતેલા યુવાનને અડફેટે લીધો હતો.

આ અકસ્માત સર્જાતા યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. આ ઘટનાની જાણ થતા સિહોર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકની લાશને સિહોર સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...