તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:તળાજા શેત્રુંજી પુલ નજીક થયેલા અકસ્માતમાં ટ્રક ચાલક જબ્બે

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં શિક્ષકનું મોત થયું હતું
  • {FSL દ્વારા ઘટના સ્થળની તપાસ કરી રિપોર્ટ તળાજા પોલીસને સોંપ્યો

ગત રવિવારના સાંજના સમયે તળાજા શેત્રુંજી નદીના પુલ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક નીચે કાર આવી જવાથી કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ ફરાર થયેલો ટ્રક ચાલક ઝડપાઈ ગયો છે. ભાવનગર ચિત્રામાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા અને તળાજા તાલુકાના પિપરલા ગામે રહેતા રણછોડભાઈ કાશીરામ પંડ્યા પીપરલા ગામે પ્રસંગઅર્થે ગયા હતા તેમજ રવિવારના સાંજે તેમના પરિવારના લોકોને તળાજા બસ સ્ટેશને મુકી પરત પીપરલા જઈ રહ્યાં હતા તે દરમિયાન તળાજા શેત્રુંજી નદીના પુલ પાસે પહોંચતા તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ ઘટનામાં ફરાર શુભમંગલ ટ્રાન્સપોર્ટનો ટ્રકચાલક ઝડપાઈ ગયો હતો. જ્યારે આ અકસ્માત બાદ એફએસએ દ્વારા પણ સ્થળની તપાસ કરી પોતાનો રિપોર્ટ તળાજા પોલીસને સોંપી દીધો છે. આ અંગે તળાજા પોલીસ આગળની તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...