ભાવનગરના ફુલસરમાં રહેતા મંગાભાઈ રવજીભાઈ મકવાણા અને તેમના પત્ની ચંપાબેન શહેરમાંથી કામ પૂર્ણ કરી બાઈક પર ઘર તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે આખલોલ જકાત નાકા નજીક ટ્રકના ચાલકે બાઇકને અડફેટે લેતાં ચંપાબેન મકવાણાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મંગાભાઈને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તળાજાના કુઢડા ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત નીપજ્યું છે.
તળાજાના કુઢડા ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત
તળાજા તાલુકાના કુઢડા ગામે રહેતો દિલુભાઈ ચાંપરાજભાઈ મોભ નામનો યુવાન પશુ ચરાવવા માટે ગયો હતો. ત્યારે આકસ્મિક રીતે તળાવમાં પડતા તેનું મોત નીપજ્યું છે. ગઈકાલે સાંજના સમયે ઘરે પરત નહીં આવતા તેમના પરિવારના સભ્યો અને ગ્રામજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતું પત્તો લાગ્યો ન હતો. ઘટનાની જાણ થતાં તળાજા મામલતદાર, ટીડીઓ, ફાયરબ્રિગેડ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
સ્થાનિક તરવૈયાઓએ યુવાનના મૃતદેહને શોધી કાઢ્યો
આ અંગે સ્થાનિક તલાટી કમ મંત્રી સુંદરજીભાઈ પંડયાએ જણાવ્યું હતું કે ગઈકાલેથી આ યુવાનની શોધખોળ હાથ ધરી હતી. આજે સવારે નજીકના તળાવમાં સ્થાનિક લોકો અને તરવૈયાઓની ટીમે શોધખોળ કરીને મૃતદેહને બહાર કાઢ્યો છે અને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
(ભરત વ્યાસ, ભાવનગર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.