તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી સમસ્યા:શહેરના કુંભારવાડા વિસ્તારમાં પક્ષાપક્ષીના રાજકારણથી રહીશો પરેશાન, દૂષિત પાણીની સમસ્યાથી પીડિત લોકોએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેટર કામગીરીમાં ભેદભાવ રાખતા હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ

શહેરના કુંભારવાડા વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો હોય અને પ્રજાના સેવકો સ્થાનિકોને કોગ્રેસના મતદારો ગણાવી સમસ્યા ઉકેલ ના બદલે હડધૂત કરતાં લોકો માં પ્રચંડ રોષ ફેલાયો છે.

ભાવનગર શહેર ના પછાત વિસ્તાર તરીકે પ્રચલિત કુંભારવાડા વિસ્તારમાં બારેમાસ લોકોના પાયાકીય સવલતોને લગતાં પ્રશ્નો સળગતા જ રહે છે. જેનું એકમાત્ર કારણ રાજકીય ઈચ્છા શક્તિનો સદંતર અભાવ અને તંત્ર દ્વારા કરવામાં આવતી કાયમી ધોરણની ઉપેક્ષા જ ખરૂં તથ્ય છે. ત્યારે છેલ્લા છએક માસથી કુંભારવાડા વિસ્તારમાં ખાર તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ અપનાનગરમાં પીવાના પાણીની લાઈન સાથે ગટર લાઈન ભળી જતાં રહેણાંકી વિસ્તારોમાં દૂષિત દુર્ગંધયુક્ત ગંદા પાણી નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

સ્થાનિક લોકોનું માનીએ તો, આ સમસ્યાને લઈને સ્થાનિકોએ કોર્પોરેટરો તથા નગરસેવિકા ને ફરિયાદ કરી હતી તે વેળાએ લાજવાને બદલે ગાજેલા લોક પ્રતિનિધિઓએ ગંદુ રાજકારણ માંડ્યુ હતું. ફરિયાદ કરવા આવેલાઓને જણાવ્યું હતું કે, અપનાનગર વિસ્તારમાં રહેતા લોકોએ ભાજપને મત આપ્યાં નથી તમે લોકો પ્યોર અને શ્યોર કોંગ્રેસીઓ છો. આથી રજૂઆત પણ કોંગ્રેસના હોદ્દેદારો ને જ કરો! એ લોકો તમારી સમસ્યા ઉકેલશે આવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી હડધૂત કર્યા હતા. આવાં પછાત વિસ્તારમાં મત અને પક્ષા-પક્ષીના રાજકારણ ને પગલે પીવાનાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત ને લઈને લોકો ને વલખાં મારવા ની નોબત આવી છે.

હવે પ્રજાએ જ ચૂંટી કાઢેલા પ્રતિનિધિ ઓ આવો પક્ષપાત કરે ત્યારે રજૂઆત કયાં કરવાની રાવ લઈને કોની પાસે જવું એવાં સવાલો લોકો કરી રહ્યા છે અને જણાવે છે શું? અમે ગરીબ અને પછાત વર્ગના લોકો છીએ એ જ અમારો અપરાધ?

અન્ય સમાચારો પણ છે...