ભાવનગરની આરટીઓ કચેરીનું ઇન્ટરનેટ કનેક્શન ઠપ્પથઈ જતાં મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો જો કે મોડેથી કેબલ ફોલ્ટ દૂર થઈ જતા કાર્યવાહી પૂર્વવત થઇ હતી.\n\nઆરટીઓની મોટાભાગની કામગીરી ઓનલાઇન કરવામાં આવી છે અને આ કામગીરીમાં ઇન્ટરનેટ કનેક્શન મહત્વનું પરિબળ છે.
ભાવનગરની આરટીઓ કચેરીનું ઇન્ટરનેટ કનેક્શન કોઈ ટેકનીકલ ખામીને કારણે કપાઈ જતા તમામ કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી જેના કારણે અરજદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.આ અંગે ભાવનગરના આરટીઓ ડી.એચ.યાદવના જણાવ્યા પ્રમાણે, કેબલ ફોલ્ટ ના કારણે ઇન્ટરનેટ કનેક્શન ખોરવાઈ ગયું હતું, ઇન્ટરનેટનો પુરવઠો કેબલ ફોલ્ટ દૂર થતાંની સાથે જ તમામ ઓનલાઇન કામગીરી પૂર્વવત થઇ ચૂકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.