આયોજન:DIGPની ઉપસ્થીતીમાં બોટાદ ખાતે યોજાયો ત્રિવિધ કાર્યક્રમ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લા પોલીસ પરિવારને પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને પોલીસ હેડ કવાટર નજીકના સમયમાં તૈયાર થઇ મળનાર છે. ત્યારે બોટાદ જીલ્લા પોલીસ અને વનવીભાગ દ્વારા ભાવનગર રેન્જના ડીઆઇજીપી અશોક કુમાર યાદવ,બોટાદ જિલ્લા કલેકટર વીશાલ ગુપ્તા, એસ.પી. હર્ષદ મહેતા તથા આર.એફ.ઓ. પ્રિયંકા જોષી સહીતનાની ઉપસ્થીતીમા જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે બોટાદ તાલુકાનો 71 મો તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામા આવેલ.

આ પ્રસંગે પોલીસ અને વન વિભાગના 10 જવાનોને તેમની ઉતમ કમગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત કરવામા આવેલ. બાદમા પોલીસ જવાનો દ્વારા તૈયાર કરવામાં આવેલ પુસ્તક યોધ્ધાનુ ભાવનગર રેન્જ ડીઆઇજીપી યાદવના હસ્તે વીમોચન કરવામા આવેલ.આ પ્રસંગે નિ:શુલ્ક મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનુ પણ આયોજન કરવામા આવ્યુ઼ હતુ.

અન્ય સમાચારો પણ છે...