ડેવલપમેન્ટ:ઘોઘા-હજીરા ફેરીની આવતા સપ્તાહથી ટ્રાયલ રન શરૂ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રુઝમાં 650 મુસાફરો, 75 ટ્રક, 70 કાર, 50 બાઇકના સમાવેશની ક્ષમતા
  • ભારતની સૌથી મોટી રો-પેક્સ ફેરી જળમાર્ગે 3 કલાકમાં ઘોઘાથી હજીરા પહોંચાડશે : રોજના બે શિપ ચલાવવામાં આવશે

સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેના સડક અને રેલમાર્ગની સરખામણીએ જળમાર્ગનો વિકલ્પ ખુલ્યા બાદ મુસાફરો માટે સવલત વધી છે. ઘોઘા (ભાવનગર)-હજીરા (સુરત) રો-પેક્સ ફેરી સર્વિસના ઓપરેટર દ્વારા નવું જહાજ લાવવામાં આવ્યુ છે જે માત્ર 3 કલાકમાં 61 દરિયાઇ નોટિકલ માઇલનું અંતર કાપશે. રોજના બે શિપ ચલાવવામાં આવશે, જેથી સવલતો વધશે.

ઇન્ડીગો સી-વેઝ દ્વારા ઘોઘા-હજીરા વચ્ચે વોયેજ સીમ્ફની નામનું શિપ ચલાવવામાં આવે છે, હાલ તે મરામતમાં હોવાથી સેવા બંધ છે. પરંતુ ફેરી ઓપરેટર દ્વારા વોયેજ એક્સપ્રેસ નામનું નવું જહાજ લાવવામાં આવ્યુ છે, જે હાઇ સ્પીડ શિપ હોવાથી માત્ર 3 કલાકમાં ઘોઘાથી હજીરા પહોંચાડી દેશે.

નવા જહાજ વોયેજ એક્સપ્રેસના ટ્રાયલ રન આગામી સપ્તાહથી શરૂ કરવામાં આવનાર છે. અને તમામ પ્રકારના ટેસ્ટિંગ થઇ ગયા બાદ મુસાફરોની સેવામાં આ જહાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હવે ઘોઘા-હજીરા-ઘોઘા માટે વોયેજ એક્સપ્રેસ અને વોયેજ સીમ્ફની અેમ બે જહાજ ઉપલબ્ધ થવાથી રોજની બે ટ્રિપ ચાલશે અને તેના કારણે જળપરિવહનની ક્ષમતા વધી શકશે. મુસાફરો અને વાહનોને જહાજમાં લાવવા-લઇ જવાની સવલતમાં વધારો થવા જઇ રહ્યો છે.

વોયેજ એક્સપ્રેસ જહાજમાં શું સગવડતાઓ છે?

  • વોયેજ એક્સપ્રેસ શિપ 134 મીટર લાંબુ, 21 મીટર પહોળુ, 17 નોટની સ્પીડ વાળુ છે. ઘોઘાથી હજીરા 3 કલાકમાં પહોંચી શકાશે.
  • મુસાફરોની ક્ષમતા 650 છે, જેમાં 22 કલબ કલાસ, 115 બિઝનેસ ક્લાસ, 180 એક્ઝિક્યુટિવ ક્લાસ, 11 કેબિન (44 મુસાફરની ક્ષમતા), સ્લીપર ક્લાસ 80ની ક્ષમતા છે.
  • શિપમાં વિશાળ કાફેટેરીયા, રેસ્ટોરન્ટ, ઓપન કાફેટેરીયા, ગેમિંગ ઝોન, સેલ્ફી પોઇન્ટ સામેલ છે.
  • શિપમાં 75 ટ્રક, 70 કાર, 50 બાઇકના સમાવેશની ક્ષમતા છે.
અન્ય સમાચારો પણ છે...