ભારે ધસારો:લાંબા અંતરની ટ્રેનોમાં દિવાળી વેકેશન દરમિયાન હાઉસફૂલ, ગોવા, દીવ, રાજસ્થાન જવા તરફનો ટ્રેન્ડ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ​​​​​​​કોરોનાની સ્થિતિ હળવી બનતા ફરવાલાયક સ્થળો તરફ વધેલો ધસારો

દિવાળીના તહેવારો દરમિયાન ભાવનગરથી ચાલતી લાંબા અંતરની ટ્રેનોમાં અત્યારથી હાઉસફૂલના પાટિયા ઝુલવા લાગ્યા છે, અને વેઇટિંગમાં ટિકિટો મળી રહી છે. બીજી તરફ રાજસ્થાન, મહારાષ્ટ્ર, હિમાચલ, ગોવા રાજ્યના પ્રવાસન સ્થળોએ હોટલ બૂકિંગમાં પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે, અને ભાડા પણ વધી ગયા છે. ભાવનગરથી ચાલતી આસનસોલ, કાકીનાડા, બાંદ્રા, કોચૂવેલી જેવી લાંબા અંતરની ટ્રેનોમાં દિવાળીના તહેવારો-વેકેશન દરમિયાન વેઇટિંગમાં ટિકિટો મળી રહી છે. મુસાફરોનો સૌથી વધુ ઝોક ટ્રેનની સફરનો રહે છે.

છતા ભાવનગરથી દિલ્હીની ફ્લાઇટ પણ શરૂ થતા હવે ઉત્તર ભારતની યાત્રા કરવા માટે આર્થિક રીતે સક્ષમ મુસાફરો હવાઇયાત્રાનો વિકલ્પ પણ પસંદ કરી રહ્યા છે. દિવાળીના તહેવારો દરમિયાન ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસનો જળમાર્ગની મુસાફરીનો વિકલ્પ ખુલતાની સાથે મોટાભાગના સૌરાષ્ટ્રના લોકો જળમુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.

ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ માટે દિવાળીના તહેવારો દરમિયાનનું એડવાન્સ બૂકિંગ ઓનલાઇન 23મી ઓક્ટોબરથી શરૂ થવાનું છે. બીજી તરફ સુરતથી ભાવનગર પહોંચવા માટે સસ્તી મુસાફરીનો વિકલ્પ એસ.ટી. દ્વારા પણ પુરો પાડવામાં આવ્યો છે. ગોવા, હિમાચલ, રાજસ્થાન, મહારાષ્ટ્રના ફરવા લાયક સ્થળોઅે જવા માટે નાગરિકો બૂકિંગ કરાવી રહ્યા છે. આવા સ્થળોએ હોટલના ભાડા અત્યારથી વધારી દેવામાં આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...