તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જરૂરિયાત મંદ વ્યક્તિઓની સેવા ચાલતી હોય છે. એ જ રીતે ઘાયલ, બીમાર, માળામાંથી છુટા પડી ગયેલા બચ્ચા સહિતના પક્ષીઓ પણ જરૂરીયાતમંદ હોય છે. તેમને પણ સેવાની જરૂરિયાત હોય છે અને આ પ્રકારનો અનોખો સેવા યજ્ઞ ભાવનગરના રાજુભાઈ ચૌહાણ છેલ્લા 16 વર્ષથી મૂક સેવક બનીને ચલાવી રહ્યા છે.પક્ષીપ્રેમ કોને કહેવાય એ રાજુભાઈનું કામ જોયા પછી ખબર પડે. પક્ષી કોઈ પણ હોય..નાનું એવા ટપસિયાથી માંડી મોટા શિકારી પક્ષી બાજ સુધી બધા જ પક્ષીઓને બચાવવાનું કામ તેઓ નિસ્વાર્થભાવે કરી રહ્યા છે. શહેરમાં ચાલતાં રાજહંસ નેચર ક્લબના યશપાલ વ્યાસે જણાવ્યું કે,જ્યાં સુધી પંખી સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેઓ પોતાના ઘરે પીરછલ્લા વિસ્તારમાં જહેમત ઉઠાવે છે. સારવાર અને ખોરાક આપે છે. સ્વસ્થ થયા પછી ફરીથી કુદરતી વાતાવરણમાં મૂકવામાં આવે છે. સરેરાશ રાજુભાઈ દર વર્ષે 1300 થી 1400 પક્ષીઓની સારવાર કરે છે.
ભાવનગર ખાતે મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બને છે.આ પક્ષીઓના માળા શહેરના પીલ ગાર્ડન, ટાઉન હોલ, મહિલા બાગ સહિતના વિસ્તારોમાં જોવા મળે છે. દિવસેને દિવસે બચ્ચા મોટા થવાથી માળાનો વજન વધી જતો હોય છે, ત્યારે બચ્ચા માળામાંથી પડી જાય છે. કોઈ વાર પગ તૂટી જાય છે, તો ક્યારેક મૃત્યુ પણ પામે છે. તેમની અંતિમવિધિથી માંડી તમામ સારવારની જવાબદારી પોતે ઉઠાવે છે. જાણીતા તસવીરકાર અમુલ પરમારે તેમની પક્ષીઓ સાથેની સારવારની ફોટોગ્રાફી કરી છે. રાજુભાઈ પોતે ઇલેક્ટ્રિશિયન તરીકે કાર્ય કરે છે. ઘરની આર્થિક જવાબદારી વચ્ચે પણ પક્ષીઓ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરે છે. ખરેખર તો સેવાભાવી વ્યક્તિઓએ તેમના આ સેવા યજ્ઞ માટે આગળ આવવું જોઈએ.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.