તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વારસો:ત્રાપજની હેરીટાઇઝ પ્રાથમિક શાળાએ દોઢ સદી પુરી કરી

ત્રાપજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળાનું ઉદ્ઘાટન મહારાજા સર ભાવસિંહજીએ કર્યું હતું

આઝાદીની ચળવળમાં મહાત્મા ગાંધીજીએ ત્રાપજ બંગલા ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાથે મુલાકાત કર્યા પછી ત્રાપજ ખાતેની દામોદરદાસ સુંદરજી સંઘવી પ્રાથમિક શાળામાં પધારી ગ્રામજનોને સંબોધન કર્યું હતું તે હેરીટાઇઝ પ્રાથમિક શાળાએ ગત તા.1 મેના 150 વર્ષ પુરા કર્યા છે.

ઘોઘાના કપોળ વણિક અને મુંબઇના જે.પી.મોરારજીના પુત્રી ગં.સ્વ.પુતળીબાએ પોતાના સ્વર્ગવાસ પતિ દામોદરદાસ સુંદરજી સંઘવીની કાયમી સ્મૃતિ માટે એચ આકારનું સ્થાપત્ય ધરાવતી સાત ઓરડાની ધો.1થી7 સુધીનું અંગ્રેજી સાથેનું શિક્ષણ આપતી શાળા બંધાવી આપેલ જેનું ઉદઘાટન ભાવનગરના મહારાજા સર ભાવસિંહજીએ તા.1.5.1871ના લોકાપર્ણ કયું હતું.

આ શાળામાં કવિ પરમાણંદ ત્રાપજકર,કવિ મણીલાલ પાગલ,બરકત લાખાણી અને જશુ ભટ્ટ,રાષ્ટ્રપતિ એવોર્ડ શિક્ષક,કવિ ભવાનીસિંહ ગોહિલ,મહારાષ્ટ્રના એવોર્ડ ચિત્રકાર શંકર ભટ્ટ,સ્વાતંત્ર સેનાની અમૃતલાલ રે.ભટ્ટ,દલસુખરાય હ.ભટ્ટ,તેમજ સુરત ખાતે હાલ પોલીસ અધિકારી સજજનસિંહ પરમાર જેવા અનેક મહાનુભાવોએ આ શાળામાં એકડો ઘુંટી સર્વોતમ સિધ્ધીઓ મેળવી છે.ગુજરાતમાં જયારે ભુકંપે સૌરાષ્ટ્ર-કચ્છની ધરતી ધ્રુજાવી હતી ત્યારે આ શાળાના સ્થાપત્યની એક કાંકરી પણ ખરી ન હતી.

અન્ય સમાચારો પણ છે...